ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગ્રામ્ય અદાલતો દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ન્યાય - મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી માનતા હતા કે ગ્રામોદ્ધારથી જ દેશનો ઉદ્ધાર થશે. ભારતની લોકશાહીને સાત દાયકા થઈ ગયા છે, પણ હજીય વિકેન્દ્રીકરણની ભાવના દેખાતી નથી. ગ્રામ ન્યાયાલય એક્ટ, 2009માં દાખલ કરાયો હતો, પણ હજી સુધીનો અસરકારક અમલ થયો નથી.

ગ્રામ્ય અદાલતો દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ન્યાય
ગ્રામ્ય અદાલતો દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ન્યાય

By

Published : Feb 14, 2020, 11:42 PM IST

રાષ્ટ્રીય ઉત્પાદકતા સમિતિ અનુસાર માત્ર 11 રાજ્યોમાં જ ગ્રામીણ વિસ્તારોમાં અદાલતોની સ્થાપના માટે 2008-09માં જાહેરનામાં બહાર પડાયાં હતાં. ગયા વર્ષે નેશનલ ફેડરેશન ઑફ સોસાયટીઝ ફોર ફાસ્ટ જસ્ટિસે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. સૂચિત 320 ગ્રામ્ય અદાલતોની જગ્યાએ માત્ર 204 અદાલતો જ કામ કરી રહી હતી તે સંદર્ભમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ ટ્રિબ્યુનલે ગ્રામ્ય અદાલતોની આ સ્થિતિ અંગે ઘણા ચુકાદા આપ્યા છે, પરંતુ કશું નક્કર થયું નથી. આ ચુકાદમાં જણાવાયું હતું કે વર્તમાન ન્યાય પ્રણાલીને કારણે ગામડાંના ગરીબોને ભોગવવું પડે છે અને બંધારણની કલમ 39-A અનુસાર યોગ્ય રીતે ગ્રામ્ય અદાલતોની સ્થાપના કરવામાં આવી નથી.

એન. વી. રમન્ના, સંજીવ ખન્ના અને કૃષ્ણ મૂરારીની ત્રણ સભ્યોની બેન્ચે આદેશ કર્યો હતો કે જે રાજ્યોમાં ગ્રામ્ય અદાલતોની સ્થાપના કરવામાં નથી આવી, તેણે ચાર જ અઠવાડિયામાં તે માટેનું ભંડોળ ફાળવી દેવું. આદેશમાં જણાવાયું હતું કે સંબંધિત રાજ્યની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોએ સરકારો સાથે સંકલન કરીને આ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અગાઉના આદેશો છતાં ચંડિગઢ, ગુજરાત, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને ઓડિશા દ્વારા સોગંદનામા રજૂ કરવામાં આવ્યા નથી. આ બાબતને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લઈ રહી છે ત્યારે હવે ગ્રામીણ વિસ્તારમાં ન્યાય મળશે તેવી આશા જાગી છે.

ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ન્યાય માટેના પંચ હોય તેની જૂની પરંપરા છે. પંચ દ્વારા અપાતા ન્યાયને માન્યતા પણ અપાતી હતી અને તેના કારણે ગામના લોકોને અદાલતો સુધી જવાની જરૂર પડતી નહોતી. ચાર દાયકા અગાઉ ગામડાંમાં ન્યાય મળી રહે તે માટે 30,000 ન્યાય પંચ બેસાડવામાં આવ્યા હતા.

ત્રણ દાયકા પહેલાં એનટીઆરની સરકારે મંડલ પ્રજા પરિષદ ખરડો વિધાનસભામાં દાખલ કર્યો હતો. તે વખતે કોંગ્રેસે તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 1996માં એનટીઆરે તે ખરડો પસાર કરાવ્યો હતો, પણ એક વર્ષ પછી તેને રદ કરી દેવાયો. મનમોહન સિંહની સરકારે ગ્રામ્ય અદાલતોના વિચારને અપનાવ્યો હતો, જેથી નાના ગામોમાં ન્યાય મળી રહે. પ્રથમ તબક્કામાં 5,000 ગ્રામ્ય અદાલતોની સ્થાપના કરવાનું લક્ષ્ય હતું, પરંતુ આંધ્ર પ્રદેશના તે વખતના મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીએ તેનો વિરોધ કર્યો હતો. આખરે તેલંગાણામાં 55 અને આંધ્ર પ્રદેશમાં 82 ગ્રામ્ય અદાલતો શરૂ કરવામાં આવી, પણ તે પછી સ્થિતિમાં સુધારો થયો નથી. ન્યાયના વિકેન્દ્રીકરણની આ પદ્ધતિનો અસરકારક અમલ કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારના લોકોને તેનો લાભ મળશે.

1979માં દૂધમાં ભેળસેળનો એક સુપ્રીમ કોર્ટે જુલાઈ 2019માં નકારી કાઢ્યો હતો. આ કેસ પ્રથમ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો અને બાદમાં સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. ત્યાંથી કેસ હાઈ કોર્ટમાં પહોંચ્યો હતો અને આખરે સુપ્રીમ કોર્ટ સુધી તે લંબાયો હતો. આ રીતે આ કેસ ચાર દાયકા સુધી ચાલતો રહ્યો હતો.

આવા તો લાખો કેસ અદાલતોમાં પેન્ડિંગ પડ્યા છે. ભારતમાં ન્યાયતંત્ર એવી રીતે કામ કરે છે કે કેસ લડવામાં જ અરજદાર ખુવાર થઈ જાય. દેશની 70 ટકા વસતિ ગામડાંમાં વસે છે અને તેમાંથી અડધોઅડધ વંચિત છે ત્યારે આ દેશમાં ન્યાય મેળવવો મૃગજળ સમાન છે.

કાયદામાં સ્પષ્ટ જણાવાયું છે કે ન્યાયના સિદ્ધાંત પર ચાલતી અદાલતે પુરાવાના નિયમ પ્રમાણે ચાલવાનું નથી અને દિવાની દાવામાં 6 મહિનામાં ઉકેલ લાવવાનો હોય છે. કાયદા પંચે 1986ના અહેવાલમાં જણાવ્યું હતું કે પાયાના સ્તરે અદાલતોની સ્થાપનાથી ઉપલી અદાલતોનો બોજ ઘટે છે. જો દેશભરના 50,000 તાલુકાઓમાં અદાલત સ્થાપવામાં આવે તો તેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોને રાહત મળશે.

સુપ્રીમ ટ્રિબ્યુનલે એવી દલીલ પણ સ્વીકારી હતી કે અદાલતોની સ્થાપના અને તેને ચલાવવા માટેના ખર્ચની પુનઃવિચારણા કરવી જોઈએ. આ અંગેનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વહેંચી લેવો જોઈએ. ન્યાય મેળવવો તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશોને આવકાર મળવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details