જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ લોકસભા ચૂંટણી રસપ્રદ થતો જાય છે. દેશની સૌથી વીઆઈપી સીટમાં સામેલ વારાણસી બેઠક પર સૌ કોઈની નજર છે. અહીંથી દેશના વડાપ્રધાન મોદી પણ મેદાનમાં છે. ત્યારે આ સીટ પર અનેક બીજા દિગ્ગજો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. જેમાં હવે રિટાર્યડ જસ્ટિસ સી.એસ કર્ણનનું નામ પણ સામેલ થઈ ગયું છે.
રિટાર્યડ જસ્ટિસ સી.એસ કર્ણન અગાઉ મધ્ય ચેન્નઈ લોકસભા સીટ પર પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને હવે અન્ય એક વારાણસીમાંથી પણ તેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, 2018માં તેમણે એન્ટી કરપ્શન ડાઈનેમિક પાર્ટી (ACDP)નું પણ નિર્માણ કર્યું હતું. જેના ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સી.એસ કર્ણન અદાલતની અવમાનના કેસમાં સીટીંગ ન્યાયાધીશ હતાં. તેમને 2017માં પોતાની ફરજ પરથી હટાવી 6 મહીનાની જેલની સજા ભોગવવી પડી હતી.
આ સીટ પર અનેક દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે.
ભીમ આર્મીના પ્રમુખ ચંન્દ્રશેખર રાવણ
તમિલનાડૂના અનેક ખેડૂતો વારાણસીમાં ટક્કર આપશે.
સસ્પેન્ડેડ જવાન તેજબહાદૂર પણ મેદાનમાં છે.