શિવરાત્રીનો મેળો જીવ અને શિવના મિલન રૂપે આદિ અનાદિ કાળથી ઉજવવામાં આવી રહયો છે ત્યારે જીવના શિવ સાથેનું મિલન શિવ ભક્તો માટે યાદગાર બની રહે, તે માટે પ્રથમ વખત આ શિવલીગનું નિર્માણ પવીત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે આગામી 27મી તારીખે રાજ્યપાલ ઓ પી કોહલીના હસ્તે પૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ, શિવ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. ભારતી આશ્રમ નજીક વિશ્વના સૌથી ઉંચા શિવલિંગનું નિર્માણ કાર્ય હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે.
મીની કુંભની મેગા તૈયારીઓ, ભવનાથ તળેટીમાં આકાર લેશે વિશ્વનું સૌથી ઉંચુ રૂદ્રાક્ષ શિવલીંગ
જૂનાગઢ: ભવનાથ તળેટીમાં આયોજિત શિવરાત્રીના મેળાને રાજ્ય સરકાર દ્વારા મીની કુંભ મેલા તરીકે ઉજવવાની જાહેરાત કર્યા બાદ આ મેળા માટે શિવભક્તો અને નાગા સાધુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવરાત્રીના મેળા માટે ભવનાથ તળેટીમાં આકાર લઇ રહયું છે વિશ્વનું સૌ પ્રથમ ઉંચુ શિવ લિંગ, 51 ફુટ ઉંચા શિવલિંગને 51 લાખ રુદ્રાક્ષથી બનાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી 100 જેટલા કારીગરો કામે લાગ્યા છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મેળાને વધુ આકર્ષિત બનાવવા માટે વિવિધ ધાર્મિક આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે.
yyyyyy
ભવનાથની ગિરી તળેટી કાયમ માટે જીવ-શિવના મિલનની સાક્ષી રહી છે ત્યારે તળેટીમાં આયોજિત પ્રથમ મીની કુંભને લઈને સાધુ સમાજ વિવિધ અખાડાઓના ગાદીપતિઓ અને શિવને જાણવા... તેની મસ્તીમાં લિન થવા ભવનાથ તરફ આવતા શિવ ભક્તો,, ભક્તિ રસમાં તરબોળ થઇ જાય તેવા સરકારે પ્રયાસો કર્યા છે.