ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર ચૂંટણી: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે બોધગયાથી ચૂંટણી અભિયાનની શરુઆત કરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે (રવિવાર) બિહારના બોધગયામાં પ્રથમ ચૂંટણી રેલી કરશે. ગાંધી મેદાન પર થનારી આ રેલી બપોરે 2 કલાકે શરુ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પહેલા પટના રેલવે સ્ટેશનમાં મહાદેવ મિંદરમાં પૂજા કરશે. ત્યારબાદ કદમકુઓમાં આવેલ જેપી આવાસ પહોંચશે.

JP NADDA
JP NADDA

By

Published : Oct 11, 2020, 10:36 AM IST

પટના: પાર્ટી મહાસચિવે જણાવ્યું કે, પાર્ટી માટે ગર્વની વાત છે. કારણ કે, કોરોના કાળમાં પણ અમે મતદાતાઓ સાથે સંપર્ક બનાવી રાખવામાં કામયાબ રહ્યા છીએ. આપણે એક લોકતાંત્રિક દેશ છે અને ગર્વની સાથે હું કહી શકું કે, અમારા અધ્યક્ષ લોકતંત્રના સૌથી મોટા પર્વમાં લોકો સાથે તેમની ભાગેદારી નિભાવવા જઈ રહ્યા છે. આ દરમિયાન સ્વાસ્થય મંત્રાલય અને ચૂંટણી પંચના દિશાર્નિદેશોનું ધ્યાન રાખવામાં આવશે.

રેલીની તૈયારીઓને લઈ બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જાયસવાલે જણાવ્યું કે, રેલી સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. જ્યાં પહેલા લાખો લોકો રેલીમાં આવતા હતા. આ વખતે હજારો લોકો જ રેલીમાં સામેલ થશે. સોશિયલ મીડિયા પર કરોડો લોકો ભાજપ અધ્યક્ષનું સંબોધન સાંભળી શકશે. કેટલાક સ્થાનો પર લોકો માટે એલઈડી સ્કીન લગાવવામાં આવી છે.

બિહાર ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સિવાય ભાજપે અમિત શાહ, રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ રેલીની તૈયારી કરી છે. બિહારમાં એનડીએથી લોજપા અલગ થયા બાદ ભાજપ બદલાયેલા જાતિના સમીકરણ પર નજર રાખી રહ્યું છે. પાર્ટીમાં કેટલાક નેતાઓનું માનવું છે કે, લોજપા નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ દલિત વોટ લોજપાના ખાતામાં જઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details