આપને જણાવી દઈએ કે, જેપી નડ્ડાએ બપોરના સમયે હૈદરાબાદમાં આવશે, ત્યાર બાદ પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. બાદમાં એક જાહેર સભાને સંબોધન કર્યા બાદ તેદપા અને અન્ય પાર્ટીઓના નેતાઓને ભાજપમાં જોડાવશે.
આજે હૈદરાબાદમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની રેલી - ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા
હૈદરાબાદ: ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા આજે (રવિવારે) હૈદરાબાદમાં એક જાહેર સભા તથા વિશાળ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે. અહીં રાજ્યમાં જેપી નડ્ડાની હાજરીમાં તેદપા અને અન્ય પાર્ટીઓના નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
![આજે હૈદરાબાદમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની રેલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4167392-thumbnail-3x2-l.jpg)
file
અહીં આ બેઠક દરમિયાન તેલંગણામાં ભવિષ્યમાં ભાજપની શું રણનીતિ હશે તેને લઈ ગંભીર ચર્ચા કરવામાં આવશે. પ્રદેશ ભાજપા અધ્યક્ષ લક્ષ્મણે કહ્યું હતું કે, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અહીં સોમવારે સવારે સદસ્યતા અભિયાનમાં ભાગ લેશે. બપોર બાદ તેઓ પાછા દિલ્હી જવા રવાના થઈ જશે.