આજે ભાજપને અમિત શાહના સ્થાન પર રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યુ છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા આ પદ પર સ્થાન પર બિનહરીફ ચૂંટાયા છે. ભાજપના નેતાઓ સહિત પાર્ટીના ટોચના નેતાના સમર્થનમાં ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. નડ્ડા ભાજપના અધ્યક્ષ પદ માટે લાંબા સમયથી વડાપ્રધાન મોદી અને શાહની પસંદ તરીકે જોવા મળી રહ્યા હતા.
શાહની કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક
શાહે કેટલાક કેન્દ્રીય પ્રધાન અને ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનો સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે એક બેઠક કરી હતી. પરંતુ બેઠકમાં શું ચર્ચા થઈ તેની જાણકારી આપવામાં આવી નથી. નડ્ડાએ રાજનીતિમાં શરુઆત વિદ્યાર્થી રાજનીતિથી કરી હતી. સંગઠનમાં તેમનો વર્ષોનો અનુભવ છે. RSS તેમનું પીઠબળ છે.
આજે નોંધાવશે દાવેદારી
ભાજપના વરિષ્ઠ નેતા રાધામોહન સિંહ પાર્ટીના સંગઠન ચૂંટણી પ્રકિયાના પ્રભારી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીની દાવેદારીનું પત્ર 20 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવશે.
બિનહરીફ ચૂંટણીની પરંપરા
ભાજપના અધ્યક્ષ પદે સહમતિ અને કોઈપણ પ્રતિસ્પર્ધી વગર ચૂંટાવાની પંરપરા રહી છે.
શાહનો કાર્યકાળ