ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિન્દી દિવસ: સ્વતંત્રતા પૂર્વેના ભારતથી સ્વતંત્રતા પછીના ભાષાકીય રાજકારણ સુધી હિન્દીની યાત્રા - hindi diwas

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેના 1925ના કરાચી સત્રમાં નિર્ણય કર્યો કે હિન્દુસ્તાની- લોકપ્રિય અને હિન્દી અને ઉર્દૂના અતૂટ મિશ્રણવાળી ભાષા સ્વતંત્ર ભારતની સામાન્ય ભાષા રહેશે.

હિન્દી દિવસ
હિન્દી દિવસ

By

Published : Sep 14, 2020, 11:52 AM IST

હૈદરાબાદ : હિન્દી દિવસ 2020 : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેના 1925ના કરાચી સત્રમાં નિર્ણય કર્યો કે હિન્દુસ્તાની- લોકપ્રિય અને હિન્દી અને ઉર્દૂના અતૂટ મિશ્રણવાળી ભાષા સ્વતંત્ર ભારતની સામાન્ય ભાષા રહેશે.

સત્તાવાર ભાષા તરીકે

ભારતની સત્તાવાર ભાષા તરીકે હિન્દીનું સૂચિકરણ 14 સપ્ટેમ્બર 1949ના રોજ થયું હતું. ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે મનાવાય છે. હિન્દી અને અંગ્રેજી એ કેન્દ્ર સરકાર માટે ભારતની બે સત્તાવાર ભાષા છે, જ્યારે બંધારણ કુલ 22 ભાષાને માન્યતા આપે છે. 1947માં ભારતની સ્વતંત્રતા વખતથી કેન્દ્ર સરકાર દ્વારા હિન્દીને વ્યાપક વપરાતી ભાષા તરીકે દરજ્જો અપનાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમાં હિન્દી સિનેમાની વધતી લોકપ્રિયતાએ નાનોસૂનો ભાગ ભજવ્યો નથી.

ઇતિહાસ

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે તેના 1925ના સત્રમાં ઠરાવ કર્યો હતો કે હિન્દુસ્તાની જે હિન્દી અને ઉર્દૂના અતૂટ મિશ્રણવાળી લોકપ્રિય ભાષા છે તે સ્વતંત્ર ભારતની સામાન્ય ભાષા રહેશે. જોકે આ ઠરાવ હિન્દી સાહિત્ય સંમેલનના પ્રભાવ હેઠળ બાદમાં થોડાં વર્ષ પછી સુધારવામાં આવ્યો. હિન્દી સાહિત્ય સંમેલને સૂચવ્યું કે હિન્દી રાષ્ટ્રીય ભાષા રહેવી જીએ. આ ઠરાવથી કોંગ્રેસના અનેક સભ્યોને નિરાશા થઈ જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ થતો હતો અને તેનાથી સાંપ્રદાયિક તણાવ વધ્યો. ૧૯૦૬માં રચાયેલી મુસ્લિમ લીગે બીજી તરફ ઉર્દૂને મુસ્લિમ ઓળખના પ્રતીક તરીકે સમર્થન આપ્યું હતું અને આ રીતે તે ભારતની રાષ્ટ્રભાષા તરીકે સૌથી વધુ યોગ્ય જણાતી હતી. ૧૯૪૬માં ભારતની સ્વતંત્રતા નિશ્ચિત બની ગઈ, ત્યારે ઉર્દૂને પાકિસ્તાન સાથે જોડાયેલી માનવામાં આવી અને તેને નવા સ્વતંત્ર ભારતની રાષ્ટ્ર ભાષાના ઉમેદવારમાંથી દૂર કરવામાં આવી.

હિન્દી/હિન્દુસ્તાની તરફી જૂથ જેમાં બાદમાં જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીનો પણ સમાવેશ થયો, તેમણે એક માત્ર રાષ્ટ્ર ભાષા તરીકે બેમાંથી એક ભાષા અપનાવવા દલીલ કરી, જ્યારે હિન્દી વિરોધી જૂથે તેનો વિરોધ કર્યો અને અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે જાળવી રાખવા તરફેણ કરી. આ પ્રશ્નને હલ કરવા 1949માં ભારતીય બંધારણ સમિતિ એક સમાધાન પર આવી જેને મુન્શી-અયંગર ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. ભાષાનું નામ હિન્દી (દેવનાગરી લિપિમાં) રહેશે પરંતુ હિન્દુસ્તાનીની તરફેણ કરનારાને નિર્દેશાત્મક પેટા નિયમથી સંતોષ હતો જેમાં હિન્દી શબ્દકોષના મુખ્ય આધાર તરીકે સંસ્કૃત રાખવાનો નિર્દેશ હતો અને બીજી ભાષાઓમાંથી તેમાં રહેલા શબ્દોનો બહિષ્કાર કરવાનો નહોતો. તેમાં ‘રાષ્ટ્રભાષા’નો કોઈ ઉલ્લેખ નહોતો અને તેનું વર્ણન માત્ર ભારતીય સંઘની બે સત્તાવાર ભાષા તરીકે જ કરાયો હતો. શરૂઆતમાં અંગ્રેજીનો સત્તાવાર ઉપયોગ બંધારણ અમલમાં આવે તેનાં પંદર વર્ષ પછી એટલે કે ૨૬ જાન્યુઆરી ૧૯૬૫થી બંધ કરવાનો હતો.

સંઘર્ષનો પ્રારંભ

બાલકૃષ્ણ શર્મા અને પુરુષોત્તમદાસ ટંડન જેવા હિન્દી તરફી જૂથના રાજકારણીઓએ અંગ્રેજી સામ્રાજ્યવાદની અવશેષ હોવાથી સત્તાવાર ભાષા તરીકે અપનાવવાની સામે વિરોધ કર્યો અને હિન્દી જ એક માત્ર રાષ્ટ્ર ભાષા હોવી જોઈએ તેવી માગણી સાથે વિરોધ પ્રદર્શ્નો કર્યાં. આ પ્રયાસ માટે તેમણે અનેક સુધારાઓનો પ્રસ્તાવ કર્યો પરંતુ અડધા ભારતીયો માટે હિન્દી લાદવાનું અસ્વીકાર્ય હોવાથી તે ક્યારેય શક્ય બની ન શક્યું. ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ ભારતમાં તેનો ખૂબ જ વિરોધ હતો. હિન્દીને અસરકારક રીતે ફરજિયાત બનાવી દેવાઈ તે પછી તમિલનાડુમાં ૧૯૬૫માં હિન્દી સામે હિંસક પ્રદર્શનો થયાં હતાં.

તેના પરિણઆમે, ભારતીય બંધારણ અમલમાં આવ્યાનાં 15 વર્ષ પછી કોંગ્રેસની કારોબારી સમિતિ એવા ઠરાવ માટે સંમત થઈ જેમાં કહેવાયું હતું કે તમામ રાજ્યો સંમતિ ન આપે ત્યાં સુધી અંગ્રેજીની સ્થિતિ સત્તાવાર ભાષા તરીકે હટશે નહીં. અંતે, સત્તાવાર ભાષા અધિનિયમ 1967 દ્વારા સરકારે દ્વિભાષી નીતિ અપનાવી જેમાં ભારતીય ગણતંત્રમાં અંગ્રેજી અને હિન્દીના સત્તાવાર ભાષા તરીકેના ઉપયોગની અનંતકાળ સુધી ખાતરી અપાઈ હતી.

1971 પછી, ભારતની ભાષા નીતિએ ભારતના બંધારણના આઠમા પરિશિષ્ટમાં પ્રાદેશિક ભાષાઓને સૂચિબદ્ધ કરીને તેમને ઉત્તેજન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનો અર્થ એ થતો હતો કે આ ભાષાઓ સત્તાવાર ભાષાના પંચ સમક્ષ રજૂઆત કરવા અધિકારી હતી. બહુભાષીય સમૂહોમાં ભાષાકીય અસંતોષને નાથવા માટે આ પગલું હતું. સ્વતંત્રતાથી ૨૦૦૭ સુધીમાં આ યાદીમાં 14 ભાષાથી વધીને ૨૨ ભાષા થઈ છે.

એનડીએ સરકાર હેઠળ

સરકાર બન્યાનાં ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય જનતાંત્રિક મોરચો (એનડીએ) સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ એક તાજો વિવાદ સર્જી દીધો. તેણે હિન્દી ભાષાના ઉપયોગને ઉત્તેજન આપવા પ્રયાસ કર્યો જે તેના ટીકાકારોએ હિન્દી નહીં બોલનારા લોકો પર બહુમતીઓની ભાષા લાદવાના નવા પ્રયાસ તરીકે જોયો. વર્ષ 2014માં સરકારે તેના અધિકારીઓને સૉશિયલ મિડિયા અને સરકારી પત્રોમાં હિન્દીનો ઉપયોગ કરવા આદેશ આપ્યો. મોદી પોતે પણ અંગ્રેજીમાં ધારાપ્રવાહ બોલી શકતા હોવા છતાં, તેમણે આંતરરાષ્ટ્રીય મંચો પર વૈશ્વિક નેતાઓ સાથે હિન્દીમાં કૂટનીતિ કરવાનું સતત પસંદ કર્યું. આ વર્ષની અગાઉ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેન્દ્ર સરકારના એવા સૂચનને સંમતિ આપી હતી કે તમામ મહાનુભાવો અને પ્રધાનોએ તેમનાં ભાષણો હિન્દીમાં જ આપવાં જોઈએ.

તમામ રાષ્ટ્રવાદમાં એક જ ભાષાએ એકીકરણની ભૂમિકા ભજવી છે તે સારી રીતે જાણીતી બાબત છે. જોકે, તેના બળાત્ પૂર્વક લાદવાથી સમસ્યા અને વિભાજન થાય છે. બહુ દૂર નજર દોડાવવાની જરૂર નથી, બાંગ્લાદેશનું જ ઉદાહરણ જોઈએ તો તેનો ઇતિહાસ એવાં ઉદાહરણોથી ભરપૂર છે જ્યાં ભાષાનો ઉપયોગ અતિરાષ્ટ્રીયતા અને વિભાજનને પ્રોત્સાહન આપવાના સાધન તરીકે કરાયો હતો. આ મુદ્દે ધ્રૂવીકરણ પક્ષના ઉત્તર ભારતીય હિન્દી બોલતા લોકોને સારી રીતે મજબૂત કરી શકે છે. જોકે બેંગલુરુ મેટ્રો પર હિન્દી લખાણો અને તમિલનાડુના રાજમાર્ગ પર સીમાચિહ્નો પર હિન્દીમાં લખાણ સામે તાજા વિરોધ એ વાતના પુરાવા છે કે જનસંખ્યાનો રોષ અને હિન્દી વિરોધી રાજકારણ તેને હિન્દી ભાષા ઘૂસાડવા તરીકે જોઈ ઝડપથી તેનો વિરોધ કરવા લાગે છે.

ABOUT THE AUTHOR

...view details