નવી દિલ્હી/ગાઝિયાબાદઃ તોફાનીઓના હુમલામાં ઇજાગ્રસ્ત પત્રકારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. સોમવારે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનના SSPને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. પોલીસની 6 ટીમ આ વિસ્તારમાં કામ કરી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીનું નામ રવિ છે.
જાણવા મળી રહ્યું છે કે, આરોપી રવિ અને તેમના સાથિઓએ પ્રિ-પ્લાનિંગ સાથે ઘટનાને અંજામ આપ્યો હતો. પત્રકાર પોતાની બહેન સાથે ઘરેથી નીકળો ત્યારે હુમલાખોરો પહેલાથી જ રસ્તા પર ઉભા હતા. ત્યારબાદ તેઓએ પત્રકારને ચારે તરફથી ઘેરી લીધો અને હુમલો કર્યો હતો. આ ઘટનાના સામે આવેલા CCTVમાં ચોખ્ખુ દેખાય રહ્યું છે કે, બહેન પત્રકારની મદદ માટે બુમો પાડી રહી છે પણ પોલીસ ક્યાંય દેખાઈ પણ નહીં અને હુમલાખોરો પત્રકારને ગોળી મારી ફરાર થઈ ગયા હતા.