નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સહિત અન્ય નેતાઓએ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાનોને રાહત આપવા માટે માગ કરી છે. જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કેટલાંક નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે.
વિપક્ષની માગઃ નજરકેદ કરાયેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાનોને સરકાર રાહત આપે - વિપક્ષનું જમ્મુ કાશ્મીર પર નિવેદન
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સહિત અન્ય નેતાઓએ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાનોને રાહત આપવા સરકાર પાસે માગણી કરી છે.
![વિપક્ષની માગઃ નજરકેદ કરાયેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાનોને સરકાર રાહત આપે Opposition party statement on jk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6350758-thumbnail-3x2-kj.jpg)
આ નેતાઓ સિવાય, પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા અને અરૂણ શૌરી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)ના નેતા ડી રાજા, માર્ક્સવાદી પાર્ટી (સીપીઆઇ-એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી અને રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાના જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લાને તાત્કાલિક રાહત આપવા માટે માગ કરવામાં આવી છે.
વિપક્ષના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, કાશ્મીરમાં સંપૂર્ણ રાજનૈતિક બંધકોને તાત્કાલિક રાહત આપવાની માગ કરીએ છીએ. વિશેષ રૂપથી જમ્મુ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનો (ફારૂક અબદુલ્લા, ઉમર અબદુલ્લા અને મેહબૂબા મુફ્તિ). મોદી સરકારમાં લોકતાંત્રિક મૂલ્યોનો દુરૂપયોગ થઇ રહ્યો છે. જેના વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકો સામે જબરધસ્ત પ્રશાસનિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.