બેગે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, NDA સરકારમાં ફરી આવતા હું નમ્રતા થી મુસ્લિમ ભાઈઓને અનુરોધ કરુ છુ કે, તેઓ પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લે. તેમણે કહ્યું કે,જો જરૂર પડે તો, મુસ્લિમોએ ભાજપ જોડે હાથ મિલાવવી લેવો જોઈએ, ક્રોંગ્રેસે કર્ણાટકમાં ફક્ત એક મુસ્લિમને ટિકિટ આપી છે.
મુસ્લિમ કોઈ એક પાર્ટીના વફાદાર ન રહે, ભાજપ સાથે હાથ મિલાવે: રોશન બેગ
બેંગલુરુ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રોશન બેગે એક્ઝિટ પોલમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનના અનુમાને ધ્યાનને લઈને પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. તેમણે NDA સરકારમાં ફરી આવવાની સ્થિતિમાં મુસ્લિમ સમુદાયને ભાજપ સાથે સમજૂતિ કરવાનું નિવદેન આપ્યું છે.
ડિઝાઈન ફોટો
રોશન બેગે સ્પષ્ટ કહ્યું કે, જો જરૂર પડે તો, મુસ્લિમોને જરૂર હાથ મિલાવવી લેવો જોઈએ. અમે કોઈ એક પાર્ટીને વફાદાર બન્યા નથી રહેવા માગતા, કર્ણાટકમાં મુસ્લિમોની સાથે શું થયું? કોંગ્રેસે ફક્ત એક જ ટિકિટ આપી. જ્યારે પૂછવામાં આવ્યું કે, અગામી દિવસોમાં કોંગ્રેસ છોડવાનો નિર્ણય કરશો તો, બગે કહ્યું કે જરૂર પડશે તો કોંગ્રેસ પાર્ટી છોડીશ.