ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનમાં ફસાયેલી જોધપુરની મહિલાએ ભારત સરકાર પાસે માંગી મદદ - નોટ ઓબ્જેક્ટ રીટર્ન ટુ ઈન્ડિયા

ભારતમાં 14 વર્ષથી નાગરિકત્વ માટે રાહ જોતી એક પુત્રીની પાકિસ્તાનમાં રહેતી માતાની તબિયત અચાનક ખરાબ થતાં તે નૂરી વિઝા પર માતાને મળવા પાકિસ્તાન ગઇ હતી, પરંતુ હવે ભારત પરત ફરવું તેના હાથમાં નથી. તેમજ તેની સાથે ગયેલા પરિવારના સભ્યો પણ તેના વગર પાછા ફર્યા હતાં.

જોધપુર
જોધપુર

By

Published : Jul 8, 2020, 11:31 AM IST

જોધપુર: ભારતમાં 14 વર્ષથી નાગરિકત્વની રાહ જોતી એક પુત્રી પાકિસ્તાનમાં રહેતી પોતાની માતાની તબિયત ખરાબ થતા તે નૂરી વિઝા પર માતાને મળવા પાકિસ્તાન ગઇ હતી, પરંતુ હવે ભારત પરત ફરવું તેના હાથમાં નથી. તેમજ તેની સાથે ગયેલા પરિવારના સભ્યો પણ તેના વગર પાછા ફર્યા હતા.

જોધપુરના બાસની તંબોલીયામાં રહેતા આ પરિવારના વડા તેમની પત્નીને ભારત પરત લાવવા સરકારને વિનંતી કરી રહ્યાં છે. જો કે, લીલારામ મૂળ પાકિસ્તાની હતા. તેમના લગ્ન 2007માં પાકિસ્તાનના મીરપુરની રહેવાસી જનતા સાથે થયાં હતાં. તે જનતાને ભારત લઇ આવ્યા હતાં, પરંતુ 14 વર્ષથી તેને હજી સુધી નાગરિકતા મળી નથી. તમામ પ્રકારની કાર્યવાહી પણ પૂર્ણ થઇ ગઇ છે, પરંતુ હજી પણ તેમને નાગરિકતા મળવાની રાહ જોવાઇ રહી છે.

નાગરિકત્વના અભાવે જનતાનો ભારતનો પાસપોર્ટ પણ નથી બન્યો. તેવામાં ભારત સરકારે જનતાને નૂરી વિઝા પર પાકિસ્તાન જવા માટે 60 દિવસની મંજૂરી આપી હતી. જો કે, ભારતીય પાસપોર્ટ સાથે લીલારામ અને તેના બાળકોને પાકિસ્તાને 30 દિવસનો વિઝા આપ્યો હતો. 19 માર્ચ આ પરિવાર લાહોર પહોંચ્યો હતો, પરંતુ તે સમયે સરહદ બંધ થઇ ગઇ હતી. આવી સ્થિતિમાં તેમને પાછા મીરપુર જવું પડ્યું. બાદમાં પાકિસ્તાને લીલારામ અને તેના બાળકો માટે વિઝાની અવધિ લંબાવી હતી.

27 જૂનના રોજ આ પરિવાર વાધા સરહદ પર પહોંચ્યો ત્યારે જનતા સિવાય દરેકના નામ આ સૂચિમાં હતા. અઘિકારીઓએ જણાવ્યું કે, નૂરી વિઝાવાળા લોકો માટે ભારત સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જેના વિના પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પરવાનગી આપી શકે નહીં. તેવામાં લીલારામની અને તેના બાળકોની વિઝાની અવધિ પૂર્ણ થતી હતી. તેથી તે પત્નીને પાકિસ્તાનમાં મૂકીને અમૃતસર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમને સાત દિવસ સુધી ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમજ 5 જુલાઇએ જોધપુર પહોંચીને તેમણે તેમની હકીકત જણાવી હતી. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે, તેમને વહેલી તકે પાછા ભારત આવવાની અનુમતી મળે.

લીલારામની પત્ની જનતાને ભારત સરકાર તરફથી નોટ ઓબ્જેક્ટ રીટર્ન ટુ ઈન્ડિયા (નૂરી) પ્રમાણપત્ર દ્વારા પાકિસ્તાનની અનુમતિ આપવામાં આવી હતી. નૂરી વિઝા મહત્તમ 90 દિવસ માટે આપવામાં આવે છે. આ વિઝા જનતાને 60 દિવસ માટે આપવામાં આવ્યા હતા, જે વધારવામાં આવ્યા ન હતા.

ABOUT THE AUTHOR

...view details