ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શરજીલના વિવાદીત નિવેદન મુદ્દે વિવાદ, 3 ફ્રેબુઆરી સુધીમાં જવાબ આપવો પડશે - શરજીલ ઇમામ

AMUમાં 16 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રવિરોધી સંબોધન આપવા પર JNUના એક વિદ્યાર્થી શરજીલ ઇમામ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં JNUના રજિસ્ટ્રાર પ્રમોદ કુમારે એક નિવેદન આપ્યું હતું. 3 ફ્રેબુઆરીના રોજ પ્રોક્ટોરિયલ સમિતિમાં શરજીલને હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

વિવાદસ્પદ નિવેદન આપવા પર શરજીલ પાસે 3 ફ્રેબુઆરી સુધી પ્રોક્ટરે માગી સ્પષ્ટતા
વિવાદસ્પદ નિવેદન આપવા પર શરજીલ પાસે 3 ફ્રેબુઆરી સુધી પ્રોક્ટરે માગી સ્પષ્ટતા

By

Published : Jan 28, 2020, 9:10 AM IST

નવી દિલ્હીઃ JNUથી Phdના એક વિદ્યાર્થી શપજીલ ઇમામે વિવાદસ્પદ ભાષણ આપવું મોંઘું પડ્યું છે. આ અંગે JNUના મુખ્ય સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, શરજીલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક વિવાદસ્પદ ભાષણ આપ્યું હતું. જેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી, ત્યારે JNU પ્રોક્ટરે શરજીલથી આ વિશે પર પ્રોક્ટોરિયલ સમિતિની સમક્ષ 3 ફ્રેબુઆરી સુધી હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.

JNU રજિસ્ટ્રાર પ્રમોદ કુમારના તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, JNUના ચીફ પ્રોક્ટરની ઓફિસમાં મુખ્ય સુરક્ષા અધિકારી તરફથી એક ફરિયાદ પત્ર મોકલવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, JNUના સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સમાં Phdના વિદ્યાર્થી શરજીલ ઇમામે 16 જાન્યુઆરીના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિવાદસ્પદ ભાષણ આપ્યું હતું. જેમાં ભારતીય બંધારણને લઇ ભાષણ આપ્યું હતું. આ પત્રમાં મુખ્ય સુરક્ષા અધિકારીએ કહ્યું કે, શરજીલના વિરુદ્ધ દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

JNUના ચીફ પ્રોક્ટરે ફરિયાદને ધ્યાનમાં લઇ શરજીલને નિર્દેશ આપ્યા છે કે, તે 3 ફ્રેબુઆરી પહેલા પ્રોક્ટોરિયલ સમિતિને મળે, ત્યારે અમુક વિદ્યાર્થીઓએ શરજીલ પર લાગેલા આરોપોને પરત લેવાની માગ કરી રહ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details