ગુજરાત

gujarat

By

Published : Jul 31, 2020, 7:14 PM IST

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: સજ્જાદ લોન 360 દિવસ પછી નજર કેદથી મુક્ત, કહ્યું- ઘણું બદલાઈ ગયું

ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ ભારતીય બંધારણની કલમ 370 અને આર્ટિકલ 35-એમાં ફેરફાર થયા બાદ ઘણા નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા હતા. જેમાં જમ્મુ-કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોન પણ સામેલ હતા. લોનને એક વર્ષ પૂરા થવાના પાંચ દિવસ પહેલા નજર કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

સજ્જાદ લોન
સજ્જાદ લોન

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સના વડા સજ્જાદ લોનને શુક્રવારે શ્રીનગરમાં નજરકેદથી મુક્ત કરવામાં આવ્યા હતા. લોનએ 50 મુખ્ય ધારાના તે નેતાઓમાં શામેલ છે જેમને ભારતીય બંધારણની કલમ 370 અને આર્ટિકલ 35 A નાબૂદ કરતી વખતે ગત વર્ષે ઓગસ્ટનમાં ધરપકડ કરવામાં આવી હતી.

કાશ્મીરી નેતાએ ટ્વિટ કર્યું હતું કે, 'આખરે વર્ષના અંત પહેલા અને પાંચ દિવસ પહેલા મને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે કે હું હવે એક સ્વતંત્ર વ્યક્તિ છું. જોકે મેં જોયું કે ઘણું બદલાઈ ગયું છે. હું પણ બદલાઈ ગયો છું. જેલ કોઈ નવો અનુભવ ન હતો, અગાઉ જેલના અનુભવો જોયા હતા, જેમાં શારીરિક ત્રાસ હતો, પરંતુ તઆ વખતે તે માનસિક ત્રાસ હતી. "

તેમની પાર્ટીએ પણ ટ્વીટ કર્યું, "જમ્મુ-કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ ગની લોનને 360 દિવસની અટકાયત બાદ સત્તાવાર રીતે મુક્ત કરવામાં આવ્યા છે."

હાદવારાના પૂર્વ ધારાસભ્ય, લોનને શરૂઆતમાં શ્રીનગરની SKICCમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને અન્ય નેતાઓ સાથે MLA હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા.ગત વર્ષે અટકાયતમાં લેવામાં આવેલા અનેક રાજકારણીઓને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાનો સમાવેશ થાય છે. જો કે, પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી સહિત અન્ય ઘણા નેતાઓ હજી પણ નજરકેદ હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details