જમ્મુ અને કાશ્મીરમાં અમલદારની વિદાય, રાજકારણીનું આગમન - જમ્મુ અને કાશ્મીર રાજ્યનું વિભાજન
જમ્મુ અને કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે મનોજ સિંહાની નિમણૂકનો હેતુ રાજકીય ગતિવિધિઓને ફરી જીવંત કરવાનો છે. સ્વાભાવિક છે કે તે કામ માટે મૂર્મુ એટલા બંધબેસતા નથી.
જમ્મુ અને કાશ્મીર રાજ્યનું વિભાજન કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયા અને તેના વિશેષ દરજ્જાને નાબુદ કરી દેવાયો હતો. આવા સંજોગોમાં કલમ 370ની નાબુદી પછી ઊભા થનારા કાનૂની મુદ્દાઓને પહોંચી વળવા માટે કુશળ અમલદારની જરૂર પડે. રિઓર્ગેનાઇઝેશન ઍક્ટ 2019 હેઠળ નવા કાયદાનો અમલ કરવાની પણ જરૂર હતી.
તેવા સંજોગોમાં ગિરીશચંદ્ર મૂર્મુની લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પસંદગી થઈ તે વડા પ્રધાનની ઉત્તમ પસંદગી હતી, કેમ કે મૂર્મુની વફાદારી તેઓ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ વખતથી તેઓ સારી રીતે જાણતા હતા. ગુજરાતમાં તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે તેમણે બજાવેલી કામગીરીથી પણ અમલદાર તરીકેની મૂર્મુની સજ્જતા જાણતા હતા.
ગુજરાત કેડરના આઈએએસ અમલદાર ગિરીશચંદ્ર મૂર્મુએ સંકુલ કાનૂની મુદ્દાઓ સંભાળવાના હતા. જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયું હતું, જેમાંથી એકમાં વિધાનસભા રહેશે અને બીજામાં નહિ હોય. એક નહિ પણ બે રાજધાની ધરાવતા અને હરતાફરતાં રહેતા મુખ્ય પ્રધાન અને ગવર્નરની જગ્યાએ હવે રાજ્યમાં માત્ર કેન્દ્ર શાસિત અમલદાર વહિવટ ચલાવવાના હતા. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં બીજો કોઈ ફેરફાર કરાયો નથી, માત્ર એટલું જ કે આકરા શિયાળામાં પણ અમલદારોએ લેહમાં જ રહીને વહિવટ ચલાવવાનો રહેશે. શૂન્ય તાપમાને લોકોના કામ તેમણે કરતા રહેવા પડશે, જે અગાઉ તેમણે કરવા પડતા નહોતા. આકરા શિયાળામાં સચિવાલય અને વહિવટીતંત્ર જમ્મુમાંથી કામ કરતું અને ઉનાળામાં વળી આખું સાજનમાજન શ્રીનગરમાં પરત ફરે. આવી રીતે બે રાજધાની હતી એટલે અમલદારો અને તેમના પરિવારને બર્ફિલા શિયાળામાં શ્રીનગર અને લદ્દાખના બદલે જમ્મુમાં રહેવાની રાહત મળતી હતી.
બહારના રાજ્યના લોકોને વસાવવા, સેનાને વધારે સત્તા આપવી, અને સરકાર વિરોધી અવાજોને દબાવી દેવાની ભારત તરફી સ્વર ઊભો કરવાનો હતો. આ બધા એજન્ડાઓ પર કામ કરીને મૂર્મુએ વિભાજનવાદી તત્ત્વોને કાબૂમાં રાખવાના હતા. કોઈ હલચલ ના ઊભી થાય તે રીતે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનું કામ પાર પાડવાનું હતું. નવા રિઓર્ગેનાઇઝેશન ઍક્ટ હેઠળ ઇચ્છુક ઉમેદવારોને સર્ટિફિકેટ્સ આપવાના હતા અને તેમાં કોઈ અમલદારશાહી આડે ના આવે તે જોવાનું હતું, જે કામ મૂર્મુ કરી શકે તેમ હતા.
કાયદાના અમલ માટેના નિયમો એવી રીતે ઘડવાના હતા કે સરકારના એજન્ડાને તે સાનુકૂળ બને. મૂર્મુએ આત્મવિશ્વાસ સાથે કાયદાનો અમલ કરાવ્યો અને વિરોધી સ્વરોને કાબૂમાં રાખ્યા હતા અને શટડાઉનની સ્થિતિ રાખી હતી. કેટલાકે સમજીને વિરોધ કરવાનું છોડ્યું હતું, જ્યારે બાકીના લોકોને દબાણની રાજનીતિ દ્વારા કાબૂમાં રખાયા. રાજકીય પક્ષોના મહત્ત્વના નેતાઓને જેલ કરાયા હતા અથવા મોટા નેતાઓને નજર કેદ રખાયા હતા.
દબાણ સામે ઝૂકી ગયા તેવા નેતાઓને સાવચેતી સાથે છોડવામાં આવ્યા. તેમની પાસેથી દસ્તાવેજ પર સહી લઈ લેવામાં આવી હતી કે તેઓ સરકારની નીતિનું સમર્થન કરશે. આવી વાત પીડીપીના એક નેતાને પોતાની મુક્તિ બાદ જણાવી હતી. કાયદેસર રીતે આવી દબાણની નીતિ માત્ર એ વ્યક્તિને કારણે જ શક્ય બની હતી, જે અમલદારશાહીની ભાષા જાણતી હોય. છેલ્લા એક વર્ષથી કાશ્મીરમાં રાજકીય હલચલ બંધ થઈ ગઈ હતી, માત્ર અમલદારશાહીથી કામ ચાલી રહ્યું હતું.
હવે રાજકીય ગતિવિધિઓ માટેનો તખતો પણ તૈયાર કરવાનો હતો, ત્યારે સ્વાભાવિક છે કે તે કામ માટે મૂર્મુ એટલા બંધબેસતા ના આવે. વિતેલા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નરની મુખ્ય ભૂમિકા મોટા ભાગે બિનરાજકીય હતી. પરંતુ હવે આ પ્રદેશ પણ રાજકીય ગતિવિધિ માટે તૈયાર થઈ રહ્યો છે.
મૂર્મુએ ચૂંટણીઓ, સીમાંકન અને ઇન્ટરનેટ પર પ્રતિબંધોની બાબતમાં કેટલાત નિવેદનો કર્યા તે દિલ્હીને ખાસ પસંદ પડ્યા નહોતા. તેના કારણે તેમને ગમે ત્યારે બદલાશે તેમ લાગતું હતું. તેમની કુશળતા અને વફાદારીને કારણે જોકે તેમને કેગ તરીકેનો હોદ્દો મળી ગયો છે. તેમની જગ્યાએ હવે મૂકવામાં આવેલા મનોજ સિંહાને ચૂપચાપ કરનારા નેતા તરીકે જોવામાં આવે છે. ભાજપમાં તેમને જનસંપર્ક ધરાવતા નેતા ગણવામાં આવે છે.
જમ્મુ અને કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગર્વનર તરીકે મનોજ સિંહાની નિમણૂક અહીં રાજકીય ગતિવિધિઓને ફરી જીવંત કરવાની છે. મોટા ભાગના નેતાઓની અટકાયત કરી લેવાઈ હતી તે પછી રાજકીય હલચલ સાવ જ ઠપ થઈ ગઈ હતી. જોકે કશુંક તદ્દન નવીન થાય તેવું લાગતું નથી અને જૂના અને જાણતા તરકટી રાજકારણીઓ જ પાછા ફરશે અને રાજકારણમાં મંડી પડશે. દિવાલ પર ચોખ્ખું લખાયેલું વંચાય છે કે પોતાને અટકાયતમાંથી મુક્ત થવા મળ્યું તે તેમનું નસીબ જ હતું.
-બિલાલ ભટ