શ્રીનગર: નૌગામ વિસ્તારમાં સોમવારે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પર હુમલો કર્યો હતો. જો કે આ હુમલામાં કોઈ જાનહાની થયાના સમાચાર સામે આવ્યા નથી.
શ્રીનગરમાં CRPF પાર્ટી પર આતંકીઓએ હુમલો, સમગ્ર વિસ્તાર કરાયો સીલ - BNP પાર્ટી
શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આજ સવારે 10:30 કલાકે આતંકીઓએ CRPF પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
militanta attack
અધિકારીઓએ જણાવ્યું કે, 'આતંકવાદીઓએ (CRPF)ની 110 BNP પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. જો કે, આ હુમલામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
શ્રીનગર શહેરના બટમાલૂમાં 17 સપ્ટેમ્બરના સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 આતંકી ઠાર થયા હતો. ત્યારે એક મહિલાનું પણ મોત થયું હતુ. અથડામણ દરમિયાન (CRPF)ના એક અધિકારી પણ ઘાયલ થયો હતો.