શ્રીનગરઃ પાકિસ્તાની સેનાએ સોમવારે નિયંત્રણ રેખા નજીક જમ્મુ કાશ્મીરના પૂંછ અને કઠુઆ જિલ્લાના વિસ્તારોમાં તેમજ આંતરરાષ્ટ્રીય સીમા પર ફાયરિંગ કર્યુ હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ સતત સાતમો દિવસ છે કે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરાનુ ઉલ્લંઘન કરી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં કર્યું ફાયરિંગ
પાકિસ્તાની સેનાએ સોમવારે નિયંત્રણ રેખા નજીક જમ્મુ કાશ્મીરના પૂંછ અને કઠુઆ જિલ્લાના વિસ્તારોમાં તેમજ આંતરરાષ્ટ્રીય સીમા પર ફાયરિંગ કર્યુ હતું.
jammu
રક્ષા પ્રવક્તાએ કહ્યું હતું કે, 'આજે રાતે આશરે દસ વાગ્યાની આસપાસ પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ અને પુંછ જિલ્લાાં મેંઢર સેક્ટરમાં નાના હથિયારો વડે હુમલો અને ગોળીબાર કર્યો હતો.જોકે ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપી વળતી કાર્યવાહી કરી હતી.'
વધુમાં અધિકારીએ જણાવ્યું કે આ ફાયરિંગમાં એક પશુ ઘાયલ થયું છે અને એક મકાનને નુકસાન પહોંચ્યું છે.