ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસ એડવાઈઝરી રદ, 10 ઓક્ટોબરથી હટશે પ્રતિબંધ - Article 370 of the Constitution of India

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે બે મહિના જૂની એડવાઈઝરી હટાવી લેવાનો આદેશ કર્યો છે. જેમાં પર્યટકોને આંતકી હુમલાના જોખમના કારણે ઘાટી છોડવા માટે કહેવામાં આવ્યું છે.

jk

By

Published : Oct 8, 2019, 10:29 AM IST

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાની જાહેરાત કર્યા પહેલા આ એડવાઈઝરી જાહેર કરી હતી.

એક અધિકારી પ્રવક્તાએ જણાવ્યું કે, રાજ્યપાલ મલિકે સલાહકારો અને મુખ્ય સચિવની સાથે પરિસ્થિતિ કમ સિક્યોરિટી રિવ્યૂ બેઠકમાં પર્યટકો માટે સુરક્ષા એડવાઈઝરી હટવવાનો આદેશ આપ્યો હતો.

રાજ્યપાલના આદેશ બાદ ગૃહ વિભાગની સલાહ છે કે, પર્યટકોને ઘાટી છોડવા માટે એક એડવાઈઝરી જલ્દી હટાવવામાં આવે. 10 ઓક્ટોબરથી અમલી બનશે. જે બાદ પર્યટકોને જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી શકે છે.

તમને જણાવી દઈ કે, રાજ્યપાલ સત્યપાલ મલિકે 6 થી 8 વાગ્યા સુધી સમીક્ષા બેઠક કરે છે.

પ્રવક્તાએ કહ્યું કે, બેઠકની શરૂઆતમાં પરિવર્તનોને ધ્યાને રાખીને સુરક્ષા પર કેન્દ્રિત હતી. તેમણે કહ્યું કે, છેલ્લા પ્રવક્તાએ રાજ્યપાલને સફરજનની ખરીદીમાં પ્રગતિ વિશે જણાવ્યું હતું, 850 ટન અને 3.25 કરોડ રૂપિયની પાર થઇ ગયો છે. તેમણે કહ્યું કે, સરફજનના ભાવમા કેટલાક બદલાવ કરવામાં આવી રહ્યાં છે. આ વાતની જાહેરાત જલ્દી જ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details