શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુધવારે પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીના મામા સહિત પૂર્વ IAS અધિકારીથી નેતા બનેલા શાહ ફેસલ અને બે પીડીપી સભ્ય વિરુદ્ધ પબ્લિક સેફ્ટી એક્ટ રદ કર્યો છે.
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે બુધવારે આપેલા આદેશથી પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ ફૈસલની અટકાયત 14 મેના રોજ ત્રણ મહિના માટે વધારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કર્યા બાદ અટકાયતમાં રહેલા ફૈસલ પર આ વર્ષે ફેબ્રુઆરીમાં PSA હેઠળ કેસ દાખલ કરાયો હતો. તેની અટકાયતનો અંત આવવાના થોડા કલાક પહેલા જ તેની અટકાયત વધારવાનો આદેશ અપાયો હતો.
ગૃહ વિભાગે પીડીપીના વરિષ્ઠ નેતાઓ સરતાજ મદની અને પીઅર મન્સૂર વિરુદ્ધ કડક કાર્યવાહીને પણ રદ કરી દીધી હતી.
મદનીને નેશનલ કૉન્ફેરન્સના મહાસચિવ અલી મોહમ્મદ સાગર સાથે એક સરાકરી બંગલામાં રાખ્યો હતો. તેની અટકાયત 5મેના રોજ ત્રણ મહિનાના સમયગાળા માટે વધારવામાં આવી છે.