કરનાલથી મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરની સામે જેજેપીએ પૂર્વ સૈનિક તેજ બહાદુર યાદવને મેદાને ઉતાર્યા છે. તો કાલાંવાલી સીટ પરથી પાર્ટીએ નિર્મલ સિંહ માઝરાને ટિકિટ આપી છે.
હરિયાણા ચૂંટણી: JJPની ચોથી યાદી જાહેર, ઉચાનાથી લડશે દુષ્યંત ચૌટાલા - હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી
ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે જનનાયક જનતા પાર્ટીએ ગુરુવારે ચોથી યાદી પણ જાહેર કરી દીધી છે. 30 ઉમેદવારના નામ વાળી આ યાદીમાં જેજેપીએ ઉચાના કલાંથી દુષ્યંત ચૌટાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેજેપી દ્વારા અત્યાર સુધીમાં 72 ઉમેદવારોના નામ જાહેર થયા છે.
haryana election
ત્રીજી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર
આપને જણાવી દઈએ કે, મંગળવારે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.