નવરાત્રી નિમિતે વૈષ્ણોદેવી પહોંચ્યા કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્ર સિંહ - કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્ર સિંહ
શ્રીનગર: નવરાત્રીના પાવન માસમાં લાખો ભક્તો માતાના દરબારમાં આશિર્વાદ લેવા પહોંચતા હોય છે, ત્યારે માતાના આશિર્વાદ લેવા કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્ર સિંહ વૈષ્ણોદેવી પહોંચ્યા હતાં. સમગ્ર દેશમાં નવરાત્રીના તહેવારની ઉજણવી કરવામાં આવી રહી છે, ત્યારે વૈષ્ણોદેવી આવનાર ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવરાત્રીના પાવનપર્વમાં લોકો માતાના દર્શન કરવા વૈષ્ણોદેવી પહોંચી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના કટારા સ્થિત માતા વૈષ્ણોદેવી પર આસ્થા રાખનાર ભક્તો હજારોની સંખ્યામાં માતાના દરબારમાં દર્શન કરવા પહોંચ્યા છે. નવરાત્રીના પ્રથમ દિવસમાં આધાર શિબિર કટારામાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં દેશના અલગ અલગ રાજ્યોથી લોકો જોડાયા હતાં, ત્યારે આ શોભાયાત્રામાં કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહના વરદહસ્તે આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેઓએ સમગ્ર દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. આ નિમિત્તે કલમ 370ની વાત પણ કરી હતી. શોભાયાભાના કારણે પોલીસનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.