ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રિલાયન્સે લૉન્ચ કર્યું જિયો મીટ, વીડિયો કોલમાં એક સાથે 100 લોકો કરી શકશે વાત - Today News Jio

ડિજિટલ ટૂલ્સ માટે 'મેડ ઇન ઇન્ડિયા' ના વધતા જતા આહ્વવાન વચ્ચે રિલાયન્સ જિઓએ નવી પહેલ કરી છે. રિલાયન્સે જિયો મીટના નામ સાથે વીડિઓ-કોન્ફરન્સિંગ એપ્લિકેશન શરૂ કરી છે. તે એક નિઃશુલ્ક વીડિઓ કોન્ફરન્સ એપ્લિકેશન છે. જેને યુએસ સ્થિત એપ્લિકેશન ઝૂમ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.

રિલાયન્સે લૉન્ચ
રિલાયન્સે લૉન્ચ

By

Published : Jul 3, 2020, 5:19 PM IST

નવી દિલ્હી: ચીનના 59 મોબાઇલ એપ્લીકેશન પર પ્રતિબંધ બાદ ભારતમાં સ્વદેશી એપ્લિકેશનની માગ જોર પકડવાની છે. આ સમયમાં, રિલાયન્સે સ્વદેશી વીડિઓ કોન્ફરન્સ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર જિયો મીટના નામ પર ઉપલબ્ધ કરાઈ છે.

પ્લે સ્ટોર પર મળી વિગતો અનુસાર, એપ્લિકેશનનો ઉપયોગ 1: 1 વિડિઓ કોલ્સ અને મોટી કંપનીઓમાં 100 સહભાગીઓ સાથે મીટિંગ માટે થઈ શકે છે. તેને એન્ટરપ્રાઇઝ-ગ્રેડ હોસ્ટ નિયંત્રણ નામ આપવામાં આવ્યું છે.

આ એપ્લિકેશનની અન્ય સુવિધાઓમાં મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી સાથે સરળ પ્રારંભ (સાઇન અપ), હાઇ ડેફિનેશન (એચડી) ઓડિઓ-વિડિઓ ગુણવત્તા જેવા ફીચર શામેલ છે.

આ એપ્લિકેશનનો ઉપયોગ તમારા મિત્રો સાથે ગપસપ કરવા, મનોરંજક મીટિંગ્સ કરવા અને મીટિંગ્સ અગાઉથી ગોઠવવા માટે પણ થઈ શકે છે. આમાં, સભામાં ભાગ લેનારા લોકો સાથે મીટિંગની વિગતો શેર કરવાનો વિકલ્પ છે.

રિલાયન્સનું કહેવું છે કે જિયો મીટમાં દરરોજ અમર્યાદિત બેઠકો યોજાઈ શકે છે અને આ 24 કલાક અવિરત ચાલુ રાખી શકે છે.

એપ્લિકેશનનો ઉપયોગ એન્ડ્રોઇડ, વિન્ડોઝ,એપલ (આઇઓએસ), એસઆઈપી / એચ .323 સિસ્ટમો પર થઈ શકે છે.

પ્લે સ્ટોરના ડેટા અનુસાર, જિઓ મીટ ગુરુવારે સાંજ સુધી 10,000 થી વધુ વખત ડાઉનલોડ થઈ છે.

કંપની દાવો કરે છે કે, દરેક મિટીંગ પાસવર્ડથી સુરક્ષિત છે. કોઈ પણ યુઝર 'વૈટીંગ રૂમ' નો વિકલ્પનો ઉપયોગ કરી શકે છે જેથી કોઈ પણ સહભાગી મંજૂરી વિના મીટિંગમાં ભાગ લઈ શકે નહીં.

ABOUT THE AUTHOR

...view details