જિંદના રામરાય ગામમાં રોડ ભયાનક અક્સમાત સર્જાયો છે. જેમાં ભારતીય સેનાની ભરતીમાંથી પરત ફરી રહેલા અંદાજે 10 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. યુવકો હિસારમાં આર્મીની ભરતીમાં ટેસ્ટ આપી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા, ત્યારે હાંસી રોડ પર રામરાય ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. જેથી રિક્ષામાં સવાર 9 યુવકો સહિત રિક્ષા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
કરૂણાંતિકાઃ હરિયાણામાં દેશભક્તિનો જંગ જીતેલા 10 યુવાન મોત સામે હારી ગયાં... - મૃતકોમાં 2 સગાભાઈઓ પણ સામેલ
જિંદઃ હરિયાણાના જિંદ જિલ્લાના રામરાય ગામ પાસે ગંભીર અક્સમાત સર્જાયો છે. જેમાં અંદાજે 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગાભાઈ પણ સામેલ છે. આ અકસ્માત એમ થયો કે, હિસારમાં એક સેનાની ભરતી હતી. આર્મીની ભરતીમાં ભાગ લઈ રિક્ષામાં પરત ફરી રહ્યા હતા, ત્યારે હાંસી રોડ પર રામરાય ગામ પાસે સ્પીડમાં આવી રહેલા ટેન્કરે ઓટો રિક્ષાને ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો. જેથી કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.
etv bharat
જ્યારે એક યુવક ગંભીર રીતે ધાયલ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, ભારતીય સેનાની ભરતીમાં યુવકો ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટમાં પાસ થયા હતા. આ અક્સમાતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી દીધી છે.
- અક્સમાતમાં મૃત્ય પામેલાની યાદી
- રોબિન
- મંગલ
- સંજય
- સંજય
- ભારત
- સુમિત
- દીપક
- અક્સમાતમાં ધાયલ યુવક
- પ્રેમજીત
Last Updated : Sep 25, 2019, 12:47 PM IST