દિલ્હીમાં 'આપ'ના પ્રચારમાં જિગ્નેશ મેવાણી જોડાયા - delhi
ન્યૂઝ ડેસ્ક: હાલ દેશમાં આજે પાંચમાં તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે હવે લોકસભા ચૂંટણી તેના આખરી પડાવ તરફ ગતિ કરી રહ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીના પ્રચાર માટે ગુજરાતમાંથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા હતાં. અહીં મેવાણીએ ભાજપ ઉમેદવાર ગૌતમ ગંભીર પર બરાબરના પ્રહારો કર્યા હતાં.
file
અહીં પૂર્વીય દિલ્હીમાં આપ ઉમેદવાર આતિશી સાથે જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા હતાં. અહીં તેમને એક રોડ શો પણ કર્યો હતો. જેમાં તેઓ પદયાત્રા કરી મતદારોને આપને મત આપવા અપિલ કરી રહ્યા હતાં. અહીં આ પદયાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ જિગ્નેશ મેવાણી સાથે ખાસ વાતચીત...