નવી દિલ્હીઃ જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં CAA અને NRCને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેનું સમર્થન કરવા માટે ગુજરાતથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જામિયા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને રગા-બિલ્લાની જોડી સાથે સરખાવ્યાં હતાં, ત્યારબાદ તેમણે મોદી સરકાર પર હિન્દુત્વ રાષ્ટ્ર સ્થાપિત કરવાનો અને દેશમાં ભાગલાં પાડવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી CAA અને NRCનો કાયદો પાછો ખેંચવામાં નહીં, આવે ત્યાં સુધી કોઈપણ આ આંદોલનથી એક ઈંચ પણ પાછું હઠશે નહીં.
- મોદી સરકારનું ગુજરાત મૉડલ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ રહ્યું છે
જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં પહોંચેલાં ગુજરાતથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાળીએ મોદી સરકારને ઝપેટામાં લીધી હતી. તેમણે ભાજપને આડે લેતાં કહ્યું હતું કે, મોદી જે ગુજરાત મૉડલનો હવાલો આપીને કેન્દ્રની સત્તા સુધી પહોંચ્યા છે. તે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. તેમજ જીગ્નેશે સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, "ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવીને તેઓ ખેડૂતો પાસેથી જમીન ખરીદીને વેપારીઓને વેચી રહ્યાં છે. સાથે જ સ્વર્ણિમ ગુજરાતનું ખોખલું ચિત્ર લોકો સમક્ષ રજૂ કર્યુ હતું. જે ગુજરાતને તેઓ નંબર-1 ગણાવી રહ્યાં છે. ત્યાં 70 લાખ યુવાઓ બેરોજગાર છે. ગરીબોને બે ટાંણાનું ખાવાનું પણ મળતું નથી."