રાંચી: ઝારખંડ સરકારે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકડાઉન 31 જુલાઇ સુધી વધાર્યું છે. ઝારખંડમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 2262 દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓમાંથી 1605 દર્દીઓ કોરોના રોગને હરાવવામાં સફળ રહ્યા છે, જ્યારે 12 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હાલમાં 645 સક્રિય કેસ છે.
ઝારખંડમાં 31 જુલાઈ સુધી લંબાવાયું લોકડાઉન - ઝારખંડમાં કોવિડ 19 કેસ
ઝારખંડ સરકારે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકડાઉન 31 જુલાઇ સુધી વધાર્યું છે. આ સમયગાળા દરમિયાન તબક્કાવાર વિવિધ ક્ષેત્રમાં છૂટ આપવામાં આવશે.
ઝારખંડ
ઝારખંડ સરકારે લોકડાઉન અવધિ 31 જુલાઇ સુધી લંબાવી છે. આ સમયગાળા દરમિયાન તબક્કાવાર રીતે વિવિધ ક્ષેત્રમાં છૂટ આપવામાં આવશે.
આ અંગે મુખ્ય પ્રધાન હેમંત સોરેને એક ટવીટમાં જણાવ્યું હતું કે 'કોરોના સામેના સંઘર્ષમાં આપના સહકારથી અમને અત્યાર સુધીની અપેક્ષિત સફળતા મળી છે, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લૉકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે જે 31 જુલાઇ સુધી લંબાવવામાં આવ્યું છે. '