ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ ચૂંટણી: સીટોની વહેંચણીને લઈ NDAમાં ધમાસાણ, લોજપાએ મોટુ મોઢું ફાડ્યું

નવી દિલ્હી: ઝારખંડમાં ભાજપના નેજા હેઠળ ચાલી રહેલા એનડીએના ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈ માથાકૂટ ચાલી રહી છે. લોક જનશક્તિ પાર્ટીએ 6 સીટ માગી છે. જેને લઈ ભાજપે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને જેપી નડ્ડાને પત્ર લખવાનો વારો આવ્યો છે. લોજપાના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું કહેવું છે કે, સીટોની વહેંચણીને લઈ ભાજપ સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છે.

Jharkhand election

By

Published : Nov 6, 2019, 6:50 PM IST

લોજપાએ ઝારખંડની જરમુંડી, હુસૈનાબાદ, લાતેહાર, પાંકી, બડકાગાંવ, નાલા વિધાનસભા સીટો પર દાવો કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આ સીટો પર લોજપા જીતવાની સ્થિતીમાં છે. તેથી ભાજપે જરા પણ મોડુ કર્યા વગર આ સીટો અમને આપી દેવી જોઈએ.

બીજી બાજુ અન્ય એક ગઠબંધન સહયોગી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ્સ યુનિયને પણ ભાજપને ઝડપથી સીટોની વહેંચણી કરવાનું અલ્ટિમેટમ આપી દીધું છે.

લોજપા ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર પ્રધાને બુધવારના રોજ જણાવ્યું હતું કે, ઝારખંડની તમામ સીટો પર લોજપાનો ખાસ્સો પ્રભાવ છે. તેમ છતાં પણ અમે ગઠબંધન ધર્મનું સારુ એવુ પાલન કરીએ છીએ. અમે ફક્ત 6 સીટ માગીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, 81 સભ્યોવાળી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી યોજાવાની છે. જ્યાં પાંચ તબક્કામાં મતદાન થશે. આ ચૂંટણીનું પરિણામ 23 ડિસેમ્બરના રોજ આવશે.

ABOUT THE AUTHOR

...view details