ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 6 જિલ્લાઓની 16 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 3 વાગ્યા સુધી 59.16 ટકા મતદાન નોંધાયું છે. આ તબક્કાની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી નક્સલ પ્રભાવિત 5 બેઠક માટે શુક્રવાર સવારે 7 કલાકથી બપોરના 3 વાગ્યા સુધી મતદાન થયું. ત્યારે બાકી રહેલી 11 બેઠકો પર સાંજે 5 કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
6 જિલ્લાઓની 16 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. જેની 5 બેઠકો પર 3 વાગ્યા સુધી અને 11 સીટો પર 5 વાગ્યા સુધી મતદાન થયું. આ બેઠક પર 236 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જેમાં 207 પુરુષ અને 26 મહિલાઓ છે. આ ઉમેદવારોનું ભાવિ 40.05 મતદારો નક્કી કરશે.
ઝારખંડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેષકુમાર ચૌરસિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, "રાજમહેલ, પાકુર, નાલા, જામતારા, દુમકા, જામા, જરમુંદી, સારથ, પોડાઇહાટ, ગોદડા અને મહાગમામાં મતદાતાઓએ સવારે સાતથી પાંચ વાગ્યા સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.