ઝારખંડ: ચૂંટણીને ધ્યાને રાખી સુરક્ષામાં વધારો, ટૂંક સમયમાં ચૂંટણીની તારીખ થશે જાહેર - સુરક્ષામાં વધારો
નવી દિલ્હી: ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન 9 હજારથી પણ વધુ પોલીસ ફોર્સ અને અર્ધસૈનિક દળની તૈનાતી કરી દીધી છે. આ અંગે મંગળવારના રોજ અધિકારીઓએ જાણકારી આપી હતી.
jharkhand assembly election
ચૂંટણી પંચે આવક વિભાગમાં કામ કરનારા ભારતીય રેવન્યૂ સેવાના 34 અધિકારીઓને રાજ્યની 81 સીટ માટે નિરિક્ષક તરીકે તૈનાત કરી દીધા છે. ગૃહમંત્રાલયના આદેશ મુજબ સીએએસએફની 90 ટીમ રાજ્યમાં ફરજ પર હાજર રહેશે. જેમાંથી 70 કંપની કેન્દ્રીય ફોર્સની હશે. કેમ કે, રાજ્યના અમુક ભાગ નક્સલ પ્રભાવિત છે.