ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયુ છે. શરૂઆતી સમયમાં કેટલાક સ્થળ પર EVM ખરાબ થયુ હોવાની માહિતી મળી હતી.
1 વાગ્યા સુધીમાં 44 ટકા મતદાન નોંધાયુ
વિધાનસભા ચૂંટણીમાં સવારના 9 કલાક સુધીમાં 11.77 ટકા મતદાન નોંધાયુ છે.
ઝારખંડ વિધાનસભાના ચોથા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયુ છે. આજે 15 બેઠક પર 221 ઉમેદવારોની ભાવીનો ફેસલો EVM માં કેદ થશે.
આજે મધુપુર, દેવધર, બગોદર, જમુઆ, ગાંડેય, ગુરિડીહ, ડુમરી, બોરાકો, ચંદનક્યારી, સિંદરી, નિરસા, ઘનબાદ, ઝરિયા, ટુંડી અને બાધમારા બેઠક પર મતદાન થશે. આ તમામ બેઠક પર લગભગ 47,85,009 લાખ લોકો મતદાન કરશે. જેમાં 25,40,794 પુરૂષ અને 22,44,134 મહિલા મતદાતા સામેલ છે.
15 બેઠક પર ચોથા તબક્કાનું મતદાન શરૂ ચોથા તબક્કામાં 23 મહિલા સહિત 221 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાં બોકારો બેઠક પરથી 25 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
અધિકારીના જણાવ્યાં અનુસાર કુલ 6101 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
5 મા અને છેલ્લા તબક્કામાં 16 બેઠક પર 20 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને જેની મતગણતરી 23 ડિસેમ્બરના રોજ થશે.
- તમામ 15 બેઠક પર મતદાન શરૂ
- કેટલાક સ્થળ પર EVM ખરાબ હોવાની માહિતી