ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝાંસીમાં તીડનો આતંક , વહીવટી તંત્ર દોડતું થયું - ઝાંસી વહીવટી તંત્ર

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં તીડે કોહરામ મચાવ્યો છે, ત્યારે વહીવટીતંત્રએ ફાયર બ્રિગેડને તેના વાહનને કેમિકલથી તૈયાર રાખવા નિર્દેશ આપ્યો છે. હાલમાં, તીડનું ટોળું બાંગરા મગરપુર ખાતે છે.

Jhansi
Jhansi

By

Published : May 24, 2020, 9:36 AM IST

ઝાંસી (UP): ઝાંસી જિલ્લા અચાનક તીડનો આતંક ફાટી નીકળતા વહીવટી તંત્રએ ફાયર બ્રિગેડને તેના વાહનને કેમિકલથી તૈયાર રાખવા નિર્દેશ આપ્યો છે.

આ મામલે સભાના અધ્યક્ષસ્થાને આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટ આંદ્રા વાંસીએ જણાવ્યું હતું કે, " ગ્રામજનોને તીડ વિશે કંટ્રોલ રૂમને જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. માહિતી મળતા તંત્ર ત્યાં પહોંચીને દવાનો છંટકાવ કરીને તીડને હટાવવાનો પ્રયાસ કરશે.

નાયબ નિયામક કૃષિ કમલ કટિયારે કહ્યું, "તીડનાં ટોળા કદમાં નાનાં છે. અમને સમાચાર મળ્યાં છે કે દેશમાં લગભગ 2.5 થી 3 કિલોમીટર લાંબી તીડ દેશમાં પ્રવેશી છે. એક ટીમ કોટા (રાજસ્થાન)થી તીડનો સામનો કરવા માટે આવી છે. "હાલમાં, તીડનું ટોળું બાંગરા મગરપુર ખાતે છે. જયાં રાત્રે જંતુનાશક દવાઓના છંટકાવ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details