નવી દિલ્હી: દેશની મહત્ત્વની અને મોટી પ્રવેશ પરીક્ષાઓમાં JEE શામેલ છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA) ભારતના વિભિન્ન્ સ્થળો પર 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન એપ્રિલ સત્ર માટે JEE Main 2020 Exam પરીક્ષાનું આયોજન કરશે.
JEE Main Admit Card 2020: NTA જલદી જાહેર કરશે JEE મુખ્ય પરીક્ષાના એડમિટ કાર્ડ
JEE મેઇન 2020ના પ્રવેશ કાર્ડ ઓનલાઇન સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવશે.
JEE Main 2020 Exam આપનાર ઉમેદવારો તેમના પ્રવેશ કાર્ડની રાહ જોઇ રહ્યા છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં JEE મેઈન 2020 પરીક્ષાના પ્રવેશ કાર્ડ જારી કરી શકે છે. JEE મેન 2020ના પ્રવેશ કાર્ડ ઓનલાઇન સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવશે.
NTA પ્રવેશ પરીક્ષા આયોજનાના 15 દિવસ પહેલા JEE Main 2020 એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખ જણાવશે. તેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે NTA આવતીકાલે એટલે કે 15 ઓગસ્ટે પ્રવેશ કાર્ડ જારી કરી શકે છે. ઉમેદવારોને તેમનો રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રો વિશેની માહિતી પ્રવેશ કાર્ડ પર જ મળશે.