પટનાઃ બિહારના ઉદ્યોગ પ્રધાન શ્યામ રજકે પાર્ટી બદલવાની તૈયારી કરી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સોમવારે તેઓ પ્રધાન પદ સાથે વિધાનસભાના સદસ્ય પદ પરથી પણ રાજીનામું આપી શકે છે અને આ સાથે જ આરજેડીનું સભ્ય પદ પણ લઈ શકે છે. નીતીશ સરકાર માટે શ્યામ રજકનો સાથ છોડવું એ મોટા ઝટકાથી ઓછું ન કહી શકાય.
શ્યામ રજકે જેડીયૂનો સાથ છોડી રાષ્ટ્રીય જનતા દળનો સાથ આપવાનું નક્કી કર્યું છે. તેઓ લાંબા સમયથી જેડીયૂથી નારાજ હતા. જેથી ચૂંટણી પહેલા જ તેમણે પાર્ટી અને પદ બન્નેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયને લઈને તેઓએ એક બેઠક પણ યોજી છે.
નારાજગીનું કારણ
કહેવામાં આવી રહ્યું છે કે, શ્યામ રજકને પ્રધાનમંડળમાં જગ્યા તો આપવામાં આવી હતી પરંતુ તેઓ સતત પાર્ટીમાં તેની અવગણના થતી હતી. જેથી તેઓ લાંબા સમયથી નારાજ ચાલતા હતા. ત્યાં સુધી કે પાર્ટીની વર્ચ્યુઅલ સમ્મેલનમાં પણ શ્યામ રજકને વરિષ્ઠ નેતાઓની ટીમમાં સ્થાન નહોતુ અપાયું. તેઓ પાર્ટીના તમામ કાર્યકર્તાઓથી પણ દૂર હતા.