ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAAના વિરોધ પ્રદર્શનમાં હિંસા માટે કોંગ્રેસ-AAP જવાબદાર: જાવડેકર - પ્રકાશ જાવડેકરે

નવી દિલ્હી: નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં હિંસા થઇ હતી. CAAનો દેશમાં કેટલાક વિસ્તારોમાં વિરોધ થઇ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં સમર્થન મળી રહ્યું છે. તેની વચ્ચે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દિલ્હીમાં CAAનો વિરોધ અને હિંસા માટે કોંગ્રેસ અને AAP (આમ આદમી પાર્ટી) જવાબદાર છે.

NRC
જાવડેકર

By

Published : Jan 1, 2020, 3:04 PM IST

કેન્દ્રીય પ્રધાન જાવડેકરે કહ્યું કે, દિલ્હી જેવા શાંતિપૂર્ણ શહેરમાં નાગરિકતા સુધારા કાયદા પર ખોટી સૂચના ફેલાવીને જેવી માહોલ બનાવવામાં આવ્યો, અને સંપતિને જે નુકસાન થયું, તે માટે કોંગ્રેસ અને AAP જવાબદાર છે. બંને પાર્ટીઓએ લોકોની માફી માગવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ETV ભારતની સાથે એક ઈન્ટરવ્યૂમાં પી. ચિદમ્બરમે કહ્યું કે, દિલ્હીમાં CAAના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પાર્ટી પણ સામેલ હતી.

ABOUT THE AUTHOR

...view details