ગુજરાત

gujarat

ETV Bharat / bharat

23 જાન્યુઆરી: મહાનાયક સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ - મહાનાયક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ

નવી દિલ્હી: લોહીના બદલે આઝાદી દેવાનું વચન આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે. 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશાના કટકમાં જન્મેલા સુભાષબાબુ દેશ માટે આઝાદી મેળવવા માગતા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું અને અંતિમ શ્વાસ સુધી દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો.

: ભારતના મહાનાયક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ
: ભારતના મહાનાયક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ

By

Published : Jan 23, 2020, 7:14 AM IST

નેતાજી સુભાષચંદ્ર બોઝ એવા લોકોમાંથી હતાં, જેમના નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલા છે. આ મહાન નાયકનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ થયો હતો. દેશની આઝાદીના લડાઇમાં સુભાષબાબુ અમર થઈ ગયા હતા.

'નેતાજી' દેશના કટ્ટરવાદી વૈચારિક યુવાનોનો ચહેરો માનવામાં આવતા હતા, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પણ હતા. દેશની આઝાદીના ઇતિહાસના મહાનનાયક, બોઝનું જીવન અને મૃત્યુ રહસ્યમય માનવામાં આવે છે, પરંતુ તેમની દેશભક્તિ હંમેશા અનુકરણીય રહી છે.

ABOUT THE AUTHOR

...view details