ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાન્હવીએ શ્રીદેવીની જયંતિ પર તિરુપતિ બાલાજીના આશીર્વાદ લીધા - શ્રીદેવી કપૂર

મુંબઈ: પોતાની મમ્મીની પરંપરાને નિભાવવા માટે જાન્હવી કપૂરે દિવંગત અભિનેત્રી શ્રીદેવી કપૂરની 56મી જયંતિ મનાવવા માટે તિરુપતિ બાલાજી મંદિરમાં પહોંચી હતી.

etv

By

Published : Aug 14, 2019, 9:30 AM IST

પરંપરાગત દક્ષિણ ભારતીય પોશાક, ગોલ્ડ અને લીલા રંગની સાડી અને ચોલીમાં જોવા મળી હતી, જ્યાં તે એકદમ પોતાની મમ્મી માફક દેખાઈ આવતી હતી.

જાન્હવી જે પોતાની મમ્મીની ઘણી નજીક હતી, તેણે તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લઈ પોતાના દિવસની શરૂઆત કરી હતી.

જાન્હવીએ શ્રીદેવીની જયંતિ પર તિરુપતિ બાલાજીના આશીર્વાદ લીધા

ધડક અભિનેત્રીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર તિરુપતિ મંદિર વિષે કંઈ પણ લખ્યા વગર આ ફોટા સાથેની એક પોસ્ટ શેર કરી હતી.

આ અગાઉ જાન્હવીએ પોતાની મમ્મીને લઈ એક સરસ તસ્વીર સાથે પોતાનો ફોટો શેર કરી સાથે લાગણીશીલ પોસ્ટ લખી શેર કર્યું હતું.

જાન્હવીએ ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું...જન્મદિન મુબારક, મમ્મી, આઈ લવ યું

ABOUT THE AUTHOR

...view details