જમ્મૂ કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર 3000 વાહન ફસાયા છે.અધિકારીએ જણાવ્યું કે, 270 કિલોમીટર લાંબો આ હાઈવે કાશ્મીરને દેશના અન્ય વિસ્તારો સાથે જોડનાર એકમાત્ર રસ્તો છે. જિલ્લાના ડિગડોલ વિસ્તારમાં ગુરુવાર રાત્રે થેયલા ભૂસ્ખલનને કારણે સમગ્ર ઘટના બની છે.
ભૂસ્ખલનથી જમ્મૂ-શ્રીનગર હાઈવે બંધ, 3000 વાહન ફસાયા
જમ્મૂ : જમ્મૂ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલનના થતાં રસ્તો બંધ થયો હતો. જેનાથી જમ્મૂ-શ્રીનગર હાઈવે પર અંદાજે 3,000 વાહન ફસાયા છે.
etv bharat jammu
હાઈવે પર 3000 ભારે વાહન અને અન્ય 300 વાહનો હાઇ-વે પર જુદા જુદા સ્થળોએ ફસાયેલા છે.વિસ્તારને સાફ કરવા માટે લોકો અને અન્ય મશીનો તૈનાત કરવામાં આવ્યા છે.
ગત્ત મહિનામાં બરફવર્ષાના કારણે થયેલા ભૂસ્ખલનથી આ હાઈવે ત્રણ દિવસ સુધી બંધ રહ્યો હતો.