ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરની પહેલી આઝાદી, રાજ્યપાલે ઝંડો ફરકાવ્યો - 73મો સ્વાતંત્ર્ય દિવસ

શ્રીનગર: 73મો સ્વાતંત્ર્ય દિવસ આ વખતે જમ્મુ કાશ્મીર માટે ઘણો ખાસ રહ્યો છે. અનુચ્છેદ 370 હટાવ્યા બાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ આ પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ છે. જેના માટે ઘાટીમાં ડગલેને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિતેલા થોડા દિવસોથી ઘાટીમાં કલમ 144 લાગૂ હતી, જો કે, 15 ઓગસ્ટના પર્વને ધ્યાને રાખી લોકોને છૂટ આપવામાં આવી છે. શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે ઝંડો ફરકાવ્યો છે.

ani

By

Published : Aug 15, 2019, 11:44 AM IST

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં બોલતા કાશ્મીરની જનતાને કહ્યું હતું કે, હું તમને કહેવા માગુ છું કે, તમારી ઓળખાણ ખતરામાં નથી. તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી, ભારતનું સંવિધાન દરેક રાજ્યની સ્થાનિયતાને વિસ્તરવાનો અવસર આપે છે. અહીં આ અવસર પર ભારે માત્રામાં લોકો એકઠા થયા હતાં.

ani twitter

રાજ્યપાલ સત્યપાલ મલિકે 370ના કેન્દ્રના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.જમ્મુ કાશ્મીરના વિકાસ માટે નવા દ્વાર ખુલશે, કાશ્મીરના લોકોને તેનાથી ઘણો લાભ મળશે.

ani twitter

ABOUT THE AUTHOR

...view details