ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા વર્ષના અંતે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તેવી માહિતી આપવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે અમરનાથ યાત્રા બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે.
જમ્મુ કાશ્મીરમાં વર્ષના અંતે યોજાઇ શકે છે વિધાનસભાની ચૂંટણી
જમ્મુ કાશ્મીરઃ લોકસભા ચૂંટણીના સુર શાંત થયાને ગણતરીનો સમય થયો છે. તો હવે વિધાનસભાના સૂર રેલાવાના શરૂ થઇ ગયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરમાં વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે.
Assembaly
કેવો હતો 2014નો જનાદેશ
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભામાં 87 સીટ છે. આ સીટ જમ્મુ કાશ્મીરના 3 ક્ષેત્રમાં વહેંચાયેલી છે. જેમાં કાશ્મીરમાં 46, જમ્મુમાં 37, અને લદ્દાખમાં 4 વિધાનસભા સીટ છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં કોઇ પણ દળને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. 2014માં PDPને 28 સીટ મળી હતી, જ્યારે BJPને હાથ 25 સીટ આવી હતી. 15 સીટ નેશનલ કોન્ફરન્સે જીતી હતી. કોંગ્રેસ અહીં 12 સીટ જીતવામાં સફળ થયું હતું, અને અન્યને ફાળે 3 સીટ આવી હતી.