મંગળવારે લોકસભામાં ભારે ગતિરોધ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે બિલ લોકસભામાંથી પણ પાસ થઈ ગયુ હતું. બિલની તરફેણમાં 367 જ્યારે વિરુદ્વમાં 67 મત પડ્યા હતાં. ચર્ચા દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ આકરા તેવરમાં જોવા મળ્યા હતાં.
લોકસભામાં 367 મતે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ - અમિત શાહ
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરને ભૌગોલીક રીતે બે ભાગમાં વહેંચતુ અને કલમ 370ને નાબૂદ કરતા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ લોકસભામાં પણ મંજૂર થયુ છે. સોમવારે રાજ્યસભામાં 125 સામે 61 મતોથી બિલ પાસ થયુ હતું. આજે લોકસભામાં ભારે ગતિરોધ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે બિલ લોકસભામાંથી પણ પાસ થઈ ગયુ હતું. બિલની તરફેણમાં 367 જ્યારે વિરુદ્વમાં 67 મત પડ્યા હતાં. ચર્ચા દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ આકરા તેવરમાં જોવા મળ્યા હતાં.
લોકસભામાં 367 મતે જમ્મુ કાશ્મીર પુન:ર્ગઠન બિલ પાસ
સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયુ હતું. આજે લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે બિલ રજુ કર્યુ હતું. આ બિલ 367 વિરુદ્વ 67 મતથી લોકસભામાં પણ પાસ થયુ હતું. 370 કલમ મુદ્દે વિરોધ પક્ષ પણ બે ભાગલા જોવા મળ્યા હતાં. રાહુલ ગાંધી સહિત કેટલાક નેતાઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો. જ્યારે કોંગ્રેસના જ્યાતિરાદિત્ય સિંધિયા, જર્નાદન દ્રિવેદી સહિતના આગેવાનોએ બિલની પ્રશંસા કરી તેને સમર્થન આપ્યુ હતું.