ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના 79 કેદીઓને ઉત્તર પ્રદેશની જેલમાંથી જામીન પર મુક્ત કરાયા - up jail

જમ્મુ-કાશ્મીરના 79 કેદીઓને ઉતર પ્રદેશની જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓને 5 ઓગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 અને 35-A રદ કર્યા બાદ રાજ્યની વિવિધ જેલોમાં ખસેડવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

By

Published : Apr 27, 2020, 12:23 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશની જેલમાંથી જમ્મુ-કાશ્મીરના 79 કેદીઓને જામીન પર મુકત કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના કુલ 239 કેદીઓને 5 ઓગસ્ટ 2019ના અનુચ્છેદ 370 અને 35-A રદ કર્યા બાદ રાજ્યની જુદી જુદી જેલોમાં ખસેડવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું કે 160 કેદી હજી પણ રાજ્યની જુદી જુદી જેલોમાં બંધ છે. સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં જ જમ્મુ કાશ્મીરમાંથી જામીનના આદેશ મળ્યાં હતાં. ત્યારબાદ કેદીઓને મુકત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details