370 નાબૂદ થયા બાદ સેના પ્રમુખ પ્રથમવાર શ્રીનગરની મુલાકાતે - જનરલ બિપિન રાવત
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી 370 નાબૂદ કર્યા બાદ આજે પ્રથમવાર સેના પ્રમુખ જનરલ બિપિન રાવત શ્રીનગરના પ્રવાસે છે. સેના પ્રમુખ શુક્રવારે શ્રીનગરની મુલાકાત લઇને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. NSA અજીત ડોભાલના બાદ સેના પ્રમુખ એવા મુખ્ય અધિકારી છે, જે સુરક્ષાની સમીક્ષા કરશે.
![370 નાબૂદ થયા બાદ સેના પ્રમુખ પ્રથમવાર શ્રીનગરની મુલાકાતે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4284614-thumbnail-3x2-sena.jpg)
bipin
કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. ઉત્તર કાશ્મીર કુપવડા જિલ્લામાં આંશિક રીતે મોબાઇલ ફોન સેવાઓ શરુ કરવામાં આવી છે. ઈનકમિંગ કોલની સેવાઓ ફરી શરુ કરવામાં આવી છે. આઉટગોઈગ કોલ હજી પણ બંધ છે. સંવેદનશીલ વિસ્તારોમાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
Last Updated : Aug 30, 2019, 12:51 PM IST