જમ્મુ કાશ્મીર પુનર્ગઠન કાનુન, 2019 અનુસાર, જમીન સંબંધી અધિકાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની ચુંટાયેલી સરકારની પાસે રહેશે. આ વ્યવસ્થા દિલ્હીથી તદ્દન વિપરીત છે, દિલ્હીમાં વિકાસ અધિકરણ(DDA)ના માધ્યમથી ઉપરાજ્યપાલનું નિયંત્રણ છે.
કાયદાની જોગવાઈ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની વિધાનસભા બંધારણની રાજ્ય યાદી મુજબ કોઈ પણ બાબતે કાયદો ઘડી શકે છે. તેમાં 'જાહેર હુકમ અને પોલીસ' અપવાદ છે, રાજ્યની વિધાનસભા એમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. સંયુક્ત યાદીના વિષયો પર પણ વિધાનસભા કાયદા ઘડી શકશે.
દિલ્હી અને પોન્ડિચેરી પાસે વિધાનસભા છે, કેન્દ્ર ઉપરાજ્યપાલના માધ્યમથી પોલીસ અને કાયદો વ્યવસ્થાનું નિયંત્રણ કરે છે. IAS, IPS, જેવી અખીલ ભારતીય સેવાઓ અને એન્ટિ કરપ્શન બ્યુરો ઉપરાજ્યપાલના નિયંત્રણમાં રહેશે, તેના પર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની ચૂંટાયેલી સરકાર હસ્તક્ષેપ કરી શકશે નહીં.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ટકરાવનું મુખ્ય કારણમાં ACB અને જાહેર સેવાઓ સમાવેશ છે.