શ્રીનગર : જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે સવારે સુરક્ષાદળે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડોડા જિલ્લામાં વિસ્તારમાં આ અથડામણ સર્જાઇ હતી.
અથડામણમાં ત્રણ આંતકીમાંથી 2 લશ્કરે તોયબાના અને 1 હિઝબુલ કમાન્ડર મસૂદને ઠાર કર્યો છે. મસૂદ એક માત્ર આતંકી હતો જેને ઠાર કરાતા ડોડા જિલ્લો હવે આતંક મુક્ત બની ગયો છે.