જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેઓએ પોતાનો પત્ર બુધવારે કેન્દ્ર સરકારને મોકલી દીધો છે. સુત્રોના જણાવ્યાં અનુસાર જીસી મુર્મૂએ બુધવારે સાંજે કેન્દ્રને પોતાનો રેજિગ્નેશન પત્ર મોકલી દીધો છે. જીસી મુર્મૂ હાલમાં જમ્મુમાં છે અને આજે દિલ્હી માટે જવા રવાના થશે.
જીસી મુર્મૂએ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ LGPના રૂપે કાર્યભાર સંભાળ્યો હતો. તે 1985ની બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે જીસી મુર્મૂ તેના પ્રમુખ સચિવ હતાં. જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીર 31 ઓક્ટોબરના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો. ગિરીશ ચંદ્ર મુર્મૂ જેના પ્રથમ ઉપરાજ્યપાલ હતાં.