જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સોપોરના વારપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જેમાં 1 જવાન ઘાયલ થયો છે તો બીજી તરફ સેનાએ 1 આતંકીને ઠાર કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ જગ્યાનો ઘેરાવો કર્યા બાદ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ શરુ થયું હતું.
J-K: સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 1 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીર: સોપોરના વારપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, સેનાના 22RR, SOG અને CRPF ની સંયુક્ત ટીમે વારપોરાનો ઘેરાવો કર્યો છે અને સર્ચ ઓપરેશન હાથ છે. જે દરમિયાન સેનાએ 1 આતંકીને ઠાર કર્યો છે.
શુક્રવારે પણ જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. તે જ સમયે સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. માર્યા ગયેલા આતંકીનું નામ ઝીનત ઇસ્લામ છે. તે જૈશનો આતંકી હતો. તે ઘણા આતંકી હુમલા અને નાગરિકોની હત્યાઓમાં સામેલ હતો.
સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ, શોપિયાના પાંડુચન વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્તપણે એક કૉર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન સેનાનો એક જવાનનો ઘાયલ થયો હતો. સારવાર માટે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેમનું મોત થયું હતું.