ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: મધ્યમ તીવ્રતાના ભૂકંપના ચાર આંચકા અનુભવાયા - National Earthquake Science Center

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં સોમવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચારની નોંધવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભૂકંપની ન્યૂનતમ તીવ્રતા 4.6 અને મહત્તમ તિવ્રતા 5.7 નોંધવામાં આવી હતી.

Earth Quake
ભૂકંપના આંચકા

By

Published : Dec 31, 2019, 12:32 PM IST

ભૂકંપનો પ્રથમ આંચકો 4.7ની તીવ્રતાનો રાત્રે 10:42 કલાકે અનુભવાયો હતો, ત્યારબાદ છ મિનિટ પછી 5:5ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપના બન્ને આંચકાનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 કિલોમીટર ઊંડે નોંધાયું હતું.

ત્યારબાદ રાત્રે 10:58 કલાકે 4.6ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો અને ચોછો આંચકો રાત્રે 11:20 કલાકે 5.4ની તીવ્રતાનો અનુભવાયો હતો.

ભૂકંપનો ત્રીજો અને ચોથો આંચકો ક્રમશ: 36 અને 63 KM ઊંડો હતો.

સદનસીબે આ દરમિયાન કોઈ પ્રકારની જાનહાનિ કે, કોઈ પણ પ્રકારના નુકસાન થયું હોવાના કોઈ સમાચાર મળ્યા નથી.

આ ઉપરાંત અંદમાન અને નિકોબાર આઈલેન્ડમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 5 નોંધાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details