વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં પોલીસને લાઢીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે આ તમામ વિદ્યાર્થીઓને જામિયાના ગેટ પાસે જ રોકી લીધા હતા. જ્યાં ઉગ્ર ઝપાઝપી થઈ હતી.
દિલ્હીમાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ CABનો કર્યો ઉગ્ર વિરોધ
નવી દિલ્હી: જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓએ લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા સીએબી બિલ એટલે કે, નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આજે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું કે, જેમાં અનેક વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનો પણ ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં પોલીસને લાઢીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે આ તમામ વિદ્યાર્થીઓને જામિયાના ગેટ પાસે જ રોકી લીધા હતા. જ્યાં ઉગ્ર ઝપાઝપી થઈ હતી.
જામિયા યુનિવર્સિટી
પ્રાપ્ત વિગતો મૂજબ જોઈએ તો પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ ઝડપમાં વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.
જેને કારણે હરકતમાં આવેલી પોલીસે પણ બળ પ્રયોગ કર્યો હતો. પોલીસે લાઠી ચાર્જ અને ટિયર ગેસના સેલ છોડ્યા હતા. બાદમાં વિદ્યાર્થીઓ પણ ઉગ્ર બન્યા હતા.