ગુજરાત

gujarat

By

Published : May 21, 2020, 12:33 PM IST

ETV Bharat / bharat

દિલ્હી: પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી હિંસા કેસમાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી હિંસા કેસમાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી આસિફ ઇકબાલ તન્હાને 27 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જામિયા વિસ્તારમાં નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં તન્હાને ડિસેમ્બર 2019 માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

જામિયા યુ.નિના વિદ્યાર્થીને દિલ્હી હિંસા કેસમાં પોલીસ કસ્ટડીમાં મોકલાયો
જામિયા યુ.નિના વિદ્યાર્થીને દિલ્હી હિંસા કેસમાં પોલીસ કસ્ટડીમાં મોકલાયો

નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી હિંસા કેસમાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી આસિફ ઇકબાલ તન્હાને 27 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જામિયા વિસ્તારમાં નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં તન્હાને ડિસેમ્બર 2019 માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.


ઇલેક્ટ્રોનિક ડેટા અંગે પૂછપરછ કરવાની જરૂરિયાત

સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે, તન્હાની કસ્ટડી વિશે પૂછપરછ કરવાની જરૂર છે. દિલ્હી પોલીસે કહ્યું કે, દિલ્હીની હિંસાના મામલામાં એકત્રિત કરવામાં આવતા ઇલેક્ટ્રોનિક ડેટા સંદર્ભે તેની પૂછપરછ કરવામાં આવશે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તન્હા સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો સભ્ય છે અને તે શાહીન બાગના અબુલ ફઝલ એન્ક્લેવમાં રહે છે. તે જામિયા સંકલન સમિતિના મહત્વપૂર્ણ સભ્ય છે. જેના દ્વારા નાગરિકતા સુધારો કાયદા વિરુદ્ધ વિરોધ પ્રેરિત કરવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસે કહ્યું હતું કે, તનાહા ઉમર ખાલિદ, શર્જીલ ઇમામ, મીરાન હૈદર અને સફુરા જર્ગરનો નજીકનો સાથી છે. 15 ડિસેમ્બર 2019 ના રોજ જામિયા વિસ્તારમાં થયેલી હિંસામાં બસો અને પોલીસ વાહનો બળી ગયા હતા. પોલીસ અને સામાન્ય નાગરિકો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગત ફેબ્રુઆરીમાં, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસામાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને લગભગ બેસો લોકો ઘાયલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details