નવી દિલ્હી: શહેરના જામિયા નગર વિસ્તારમાં થયેલી 15 ડિસેમ્બરની હિંસા મામલે દિલ્હીની કોર્ટ દ્વારા જામિયા મિલિયા ઈસ્લામીયાના વિદ્યાર્થી આસિફ ઈકબાલ તન્હાને 31 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
જામિયાનો વિદ્યાર્થી 31 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે - CAA
દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં 15 ડિસેમ્બરની હિંસા મામલે દિલ્હીની એક કોર્ટે જામિયા મિલિયા ઈસ્લામીયાના ફારસી ભાષામાં ત્રીજા વર્ષનાં વિદ્યાર્થી આસિફ ઈકબાલ તન્હાને 31મી મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.
જામિયા મિલિયા ઈસ્લામીયા
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ(CAA) સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા સંદર્ભે તેની ધરપકડ બાદ ફારસી ભાષાના ત્રીજા વર્ષના વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
15 ડિસેમ્બરે જામિયા યુનિવર્સિટી નજીક પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ સહિત 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.