નાગરિકતા સુધારા બિલને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આ દરમિયાનમાં જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પણ CABનો વિરોધ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ બસોને આગ લગાવતા પોલીસને ટિયર ગેસ અને લાઠીચાર્જનો પ્રયોગ કરવાની ફરજ પડી હતી.
દિલ્હીમાં CAB મુદ્દે આક્રોશની 'આગ', જામિયા મિલિયાના વિદ્યાર્થીઓએ DTCની બસો સળગાવી રવિવારે તેની સામે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે પ્રદર્શન ભીડ બેકાબુ બની હતી. વિરોધીઓએ હિંસા પર ઉતરી આવ્યા હતા. જેમાં લગભગ અડધો ડઝન વાહનોને આગ ચાંપી દીધી હતી.
જામિયા મિલિયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓ CAB અને એનઆરસી વિરૂદ્ધ આંદોલન કરી રહ્યાં હતા.
પોલીસે ભીડ પર કાબૂમાં લેવા બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. જેમાં ઘણા પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસને ટીયર ગેસના સેલ અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે. જેના કારણે રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનોને તોડફોડ કરી આગ ચાંપી હતી.
જામિયા મીલીયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓએ ડીટીસીની બસોને આગ ચાંપી મળતી માહિતી મુજબ, રોષે ભરાયેલા લોકોએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી)ની ત્રણ બસોને આગ ચાંપી દીધી છે. ફાયર બ્રગેડના ચાર ગાડી સ્થળ પર હાજર છે. જામિયા યુનિવર્સિટી પ્રશાસને વિરોધ પ્રદર્શન અંગે નિવેદન આપ્યું છે. યુનિવર્સિટી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આગ લગાવવામાં કોઈ હાથ નથી. હિંસક પ્રદર્શનમાં કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે.
જામિયા મીલીયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓએ ડીટીસીની બસોને આગ ચાંપી આ પ્રદર્શન દરમિયાન આશ્રમ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની, કાલિંદી કુંજ, શાહીન બાગ અને જામિયાના વિસ્તારોમાં પરિસ્થિતિ તંગ બની હતી.
ટ્રાફિકને પણ થઈ અસર
આ વિરોધને પગલે વિરોધીઓએ જામિયા મિલિયા ઇસ્લામીયા, ભારત નગર, તૈમૂર નગર, મથુરા રોડ પર ટ્રાફિક જામ કર્યો છે. જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે.